Not Set/ ભારતમાં આ જગ્યા વચ્ચે શરુ થઇ પ્રથમ ઘરેલું ક્રુઝની સવારી, માણી શકશો દરિયાની લહેરો

મુંબઈ ભારતનું સૌથી પ્રથમ પોતાનું ઘરેલું ક્રુઝ ચાલુ થવાની તૈયારીમાં છે. મુંબઈથી ગોવા સુધી જવામાં તમે ક્રુઝની સવારીનો આનંદ ઉઠાવી શકશો. ૨૦ ઓક્ટોમ્બરના રોજ ૬ માળ અને ૧૩૧ મીટર લાંબુ આ ક્રુઝ મુંબઈથી ગોવાનો ઐતિહાસિક સફર ખેડશે. આ યાત્રા પૂરી કરવામાં આશરે ૧૬ કલાક જેટલો સમય લાગશે. ભારતની પ્રથમ પોતાની ક્રુઝનું નામ છે અંગરિયા. આ […]

India Trending
carnivalship ભારતમાં આ જગ્યા વચ્ચે શરુ થઇ પ્રથમ ઘરેલું ક્રુઝની સવારી, માણી શકશો દરિયાની લહેરો

મુંબઈ

ભારતનું સૌથી પ્રથમ પોતાનું ઘરેલું ક્રુઝ ચાલુ થવાની તૈયારીમાં છે. મુંબઈથી ગોવા સુધી જવામાં તમે ક્રુઝની સવારીનો આનંદ ઉઠાવી શકશો. ૨૦ ઓક્ટોમ્બરના રોજ ૬ માળ અને ૧૩૧ મીટર લાંબુ આ ક્રુઝ મુંબઈથી ગોવાનો ઐતિહાસિક સફર ખેડશે. આ યાત્રા પૂરી કરવામાં આશરે ૧૬ કલાક જેટલો સમય લાગશે. ભારતની પ્રથમ પોતાની ક્રુઝનું નામ છે અંગરિયા. આ નામ કાન્હોજી પરથી રાખવામાં આવ્યું છે જે દરિયાના બાદશાહ હતા.

ક્રુઝમાં મુંબઈથી ગોવાનો સફર ૧૬ કલાકનો રહેશે. આ જહાજ સાંજે મુંબઈથી રવાના થશે જે સવારે ગોવા પહોચાડશે. આ ક્રુઝની કિંમત વ્યક્તિદીઠ ૪૩૦૦ થી લઈને ૧૨ હજાર સુધીની રહેશે. આ ટીકીટમાં જ જમવાનો ખર્ચો પણ ગણી લેવાશે.

તમને જણાવી દઈએ કે આ ક્રુઝ ૬ માળનું છે જે ૧૩૧ મીટર લાંબુ છે. ક્રુઝમાં અલગ-અલગ રૂમ અને ઉપરના ભાગમાં ખુલ્લી જગ્યા અને સ્વીમીંગ પુલ પણ છે. આ ક્રુઝમાં તમે બાર, રેસ્ટોરન્ટ અને સ્પાની મજા પણ લઇ શકશો.