તમારે વજન ઘટાડવું છે? આ યુવતીએ એવી રીતે વજન ઘટાડ્યું કે આજે તે ફિટનેસ કોચ બની ગઈ છે. જાણો કોણ છે આ યુવતી…કલકત્તામાં રહેતી આ યુવતીને જોઈ કોઈ પણ મોટિવેટ થઈ શકે છે. તેનું નામ છે સુજાતા પાલ. તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન બાદ સુજાતા પાલ આજે ફિટનેસ કોચ બની ગઈ છે. પહેલા તેનું વજન 78 કિલોનું હતું. 21 કિલો વજન ઘટાડી આજે તે 57 કિલોની નજીક વજન ધરાવતી યુવતી બની ગઈ છે.
સુજાતા જણાવે છે કે તે અગાઉ આટલી જાડી નહોતી. પણ લોકડાઉનમાં જ્યારે મારા લગ્ન થયા પછી ધીમે ધીમે મારૂ વજન વધતું જ ગયું. લગ્ન પછી લોકો મારા ઘરે આવતા એટલે ખાણીપીણી ચાલતી જ રહી. આવું ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું. આજે મેં 6 મહિનાની અંદર 12 કિલો વજન ઘટાડી દીધું છે.
જ્યારે એક ફંકશ્નમાં ગઈ તો લોકો તેને ચમત્કાર કહેવા લાગ્યા. ઘણાએ કીધું કે 6 મહિનામાં આટલું વજન વધી ગયું હતું કે ઘટવાની આશા નહોતી. તેમની ટીકાઓ જ મને મોટિવેટ કરવા લાગી. પછી એક કોચને હાયર કરી દીધો.
મારી મેઈન્ટેન્સ કેલરી 1800 હતી પણ હું કેલરી ડેફિસિટમાં રહી 1400 કેલરી ખાતી હતી. મારા શરીરની જરૂરિયાત કરતા ઓછું ખાવા લાગી. એટલે મારૂ વજન ઘટવાનું શરૂ થઈ ગયું. મેં બધુ જ ખાધું. 3 થી 4 વાર ચોકલેટ ખાતી હતી. તેમાં વધારે કેલરી હોવા છતાં 3 ક્યૂબ ખાતી હતી. 60 કેલરી જેટલી ચોકલેટ દરરોજ ખાતી હતી.
સવારે ઉઠી બ્લેક કોફી પીતી હતી, 2 ઈંડા, 1 બેડ, 1 ફળ ખાતી હતી. લંચમાં ભાત, ચિકન,માછલી, કોબીજ ખાતી હતી. અઠવાડિયામાં 4 દિવસ વેટ ટ્રેનિંગ કરતી હતી. આ જ રૂટિનને રોજ ફોલો કરવાનું થતું હતું, દરરોજ 4-4 મિનિટની કસરતો કરતી હતી.
આ પણ વાંચો:આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી સાંધાનો દુ:ખાવામાં રાહત મેળવો
આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી સારૂં કે લીંબુનો શરબત? વધુ ફાયદાકારક છે…
આ પણ વાંચો:યોનિમાર્ગમાં Pimple થાય છે? આ ઘરેલું ઉપાયો અજમાવી સમસ્યા દૂર કરો