Not Set/ ભારત સહીત વિશ્વના આ દેશોએ કોરોના વેક્સિનના અબજો ડોઝનો ઓર્ડર આપ્યો

ભારત સહિત વિશ્વના તમામ દેશો અત્યારે કોરોના સામે લડવા માટે વેક્સિન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Top Stories Health & Fitness
boris 8 ભારત સહીત વિશ્વના આ દેશોએ કોરોના વેક્સિનના અબજો ડોઝનો ઓર્ડર આપ્યો

વૈશ્વિક મહામારી કોરોના સામે આજે આખું વિશ્વ ઘૂંટણી એ પડ્યું છે. દુનિયાભરમાં લાખો લોકોએ કોરોના ને કારને પોતાનો જીવ ગુમાંવ્યો છે. ત્યારે દરેક દેશ કોરોના વેકસીનની કાગ ડોળે રાહ જોઇને બેઠો છે. ત્યારે વિશ્વ અનેક દેશોએ કોરોના રશી માટે અલગ ભંડોળ પણ ફાળવ્યું છે.

ભારત, અમેરિકા, યુરોપિયન દેશોએ કોરોના વેક્સિનના અબજો ડોઝનો ઓર્ડર આપ્યો છે. ભારત 150 કરોડ ડોઝ મગાવશે. દેશના દરેક નાગરિકને રસી અપાશે.

ભારત સહિત વિશ્વના તમામ દેશો અત્યારે કોરોના સામે લડવા માટે વેક્સિન બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે હજુ કોઈને આ દિશામાં સફળતા મળી નથી. બીજી બાજુ અનેક કંપનીઓ દ્વારા કરવામાં આવતું વેક્સિનનું ટ્રાયલ ઉજળા પરિણામો આપી રહ્યું છે. આ જ શ્રેણીમાં ભારતે કોરોના વેક્સિનના 150 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો હોવાનું બહાર આવ્યું છે.

દેશના તમામ નાગરિકોને મફતમાં કોરોના વેક્સિન મળી રહેશે તેવી ચોખવટ સરકાર ઘણા સમય પહેલાં કરી ચૂકી છે. ભારતની સાથે સાથે અમેરિકા અને યુરોપિયન યુનિયને પણ અબજો ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ભારત 1.5 અબજથી વધારે ડોઝની ખરીદી કરશે જ્યારે અમેરિકા એક બજ ડોઝ અને યુરોપિયન યુનિયન 1.2 અબજ ડોઝ સાથે આગળ છે. વસતીના પ્રમાણમાં વેક્સિન ડોઝના ઓર્ડર પ્રમાણે રેન્કીંગ આપવામાં આવ્યું છે. ભારત અત્યારે એવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે જેને સૌથી પહેલાં વેક્સિન આપવામાં આવશે. આ ઉપરાંત રસીકરણના પ્લાન ઉપર પણ કામ ચાલી રહ્યું છે.