Covid-19/ ચૂંટણી બાદ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોધાયા….

ચૂંટણી બાદ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ, છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા….

Gujarat Others Trending
Electionn 20 ચૂંટણી બાદ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં નોધાયા....

ગુજરાત રાજ્યમાં કોરોમાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચૂંટણી બાદ વકરેલા કોરોના કેસ માં સતત વધારોજોવા મળી રહ્યો છે. રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ હોવા છતાય કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના 480 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,71,725 ઉપર પહોચ્યો છે. જો કે એક સારા સમાચાર એ પણ છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

Political / બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં જબરજસ્ત રાજકીય ગરમી, TMC અને ભાજપ વચ્ચે છે કાંટાની ટક્કર

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 369 છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,64,564 થી છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,749 છે. જેમાંથી 40 લોકો વેન્ટિલેટર પર અને 2709 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.36 ટકા પર પહોંચ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલા કેસની વિગતો

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 98, સુરત કોર્પોરેશન 91, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશન 45, જામનગર કોર્પોરેશન-14, સુરત 14, વડોદરા 13, આણંદ 10, કચ્છ 10, રાજકોટ 9, ભાવનગર કોર્પોરેશન 8, અને ભરુચમાં 7 કેસ નોંધાયા હતા.

અયોધ્યા / રામ મંદિર બનશે હવે આટલાં એકરમાં, પહેલા 70 એકરમાં બનવાનું હતું