CSK vs RCB/ RCB આઈપીએલમાં જીતશે નહીં ત્યાં સુધી હું લગ્ન નહીં કરું, વાયરલ થઈ તસવીર

આરસીબી આઈપીએલમાં ટ્રોફી નહીં જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. આ જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સે જોરદાર રિએક્શન આપ્યા…

Trending Sports
Will not marry till RCB wins IPL title, picture went viral

વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજુ સુધી આઈપીએલની જીત નોંધાવી શક્યું નથી. ટીમ સાથે ફેન્સને પણ જીતવાનો ઉત્સાહ છે. હજુ આની રાહ ક્યારે પૂર્ણ થશે એ તો સમય જ બતાવશે. પરંતુ બે દિવસ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં એક ફેને ટીમને લઈને અલગ રીતે પોતાની દિવાનગી જાહેર કરી હતી. આ મેચમાં એક મહિલા ફેન ખાસ પોસ્ટર લઈને પહોંચી હતી, જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી આરસીબી આઈપીએલમાં જીત નહીં નોંધાવે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. આ પોસ્ટર ગર્લની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ભારતીય સ્પિનર અમિત મિશ્રાએ પણ આરસીબીની આ ફેન ગ્રલની તસવીર શેર કરી હતી અને લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. અમિતે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ખરેખર હવે તેના માતા-પિતાને લઈને ચિંતા થવા લાગી છે.

નવા મુંબઈના ડીવાઈ પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં 2 દિવસ અગાઉ આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. મેચ દરમિયાન જ્યારે કેમેરો આરસીબીની આ મહિલા ફેન પર ફોકસ થયો તો બધાની નજર થોડા ક્ષણ સુધી આ ફેન પર જ ટકી રહી હતી. તેનું કારણ છે કે આ ફેનના હાથમાં પકડેલું પોસ્ટર, જેમાં લખ્યું હતું કે જ્યાં સુધી આરસીબી આઈપીએલમાં ટ્રોફી નહીં જીતે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. આ જોઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સે જોરદાર રિએક્શન આપ્યા છે.

આરસીબીએ આ સિઝનમાં 5 માંથી 3 મેચો જીતી

હવે આ ફેનનું સપનું ક્યારે પૂર્ણ થશે એતો કોઈને ખ્યાલ નથી. આ સિઝનમાં પણ આરસીબીનું પ્રદર્શન હજું સુધી ઠિક છે. ટીમે 5 માંથી 3 મુકાબલા જીત્યા છે અને પોઈન્ટ્સ ટેબલમાં હાલમાં છઠ્ઠા સ્થાન પર છે. આરસીબી માટે સારી વાત એ છે કે વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ રન બનાવી રહ્યાં છે. તો બીજી તરફ બોલિંગ પર બરોબર નજર આવી રહી છે. જો કે, આઈપીએલમાં જીત નોંધાવવા માટે આરસીબીને વધું મહેનત કરવી પડશે.

આ પણ વાંચો: ગમે ત્યારે ધરતી પર તીવ્ર સૌર તોફાન આવી શકે છે! આખી દુનિયામાં ફોન સિગ્નલ પર અસર

આ પણ વાંચો: ભારતમાં 80 લાખ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા છે, આ સંખ્યા વિશ્વની સૌથી મોટી સંખ્યા છે

આ પણ વાંચો: PM મોદીએ પ્રધાનમંત્રી મ્યુઝિયમનું કર્યું ઉદ્ઘાટન, ખરીદી મ્યુઝિયમની પહેલી ટિકિટ