સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી/ દિલ્હીની શાળામાં પણ કોરોનાએ આપી દસ્તક, વિદ્યાર્થી અને શિક્ષક થયા સંક્રમિત

દિલ્હીની એક શાળામાં એક વિદ્યાર્થી અને શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Top Stories India
કોરોના

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગાઝિયાબાદ, નોઈડા બાદ હવે દિલ્હીની શાળાઓમાં પણ કોરોના પહોંચી ગયો છે. આજે દિલ્હીની એક શાળામાં એક વિદ્યાર્થી અને શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ પછી વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આજે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,007 કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 1,088 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 11,058 થઈ ગયા છે. હાલમાં, દેશમાં સક્રિય કેસ હવે કુલ કેસના માત્ર 0.03 ટકા બાકી છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બે ખાનગી શાળાના ત્રણ વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે, જ્યારે નોઈડા વિસ્તારની એક શાળામાંથી ચેપના નવા કેસ સામે આવ્યા છે, જેમાં ત્રણ શિક્ષકો હતા. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. શાળાના અધિકારીઓએ જણાવ્યું કે, ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં આવેલી એક શાળાએ વાઈરસના ચેપની સાંકળને તોડવા માટે સાવચેતીના પગલા તરીકે ત્રણ દિવસ માટે શાળા બંધ રાખવાની જાહેરાત કરી છે, જ્યારે નોઈડાની શાળા એક સપ્તાહ સુધી ઓનલાઈન રહેશે.

આ પણ વાંચો:મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છેઃ કામિની બા