Ukraine Attack/ યુક્રેનનો રશિયા પર વળતો પ્રહારઃ 50થી વધુ ડ્રોનના હુમલાએ મચાવ્યો હાહાકાર

રશિયા-યુક્રેન યુદ્ધને 2 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. માર્ચમાં રશિયન પ્રમુખપદની ચૂંટણી બાદ રશિયન સૈન્ય યુક્રેનમાં ભારે આક્રમક છે. છેલ્લા એક મહિનામાં રશિયાએ યુક્રેનમાં અનેક મોટા અને વિનાશક હુમલા કર્યા છે, પરંતુ હવે યુક્રેને પણ ઘાયલ સિંહની જેમ રશિયા પર જોરદાર વળતો હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ એક સાથે લગભગ 50 ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો.

Top Stories World Trending Breaking News
Beginners guide to 2024 04 05T165100.643 યુક્રેનનો રશિયા પર વળતો પ્રહારઃ 50થી વધુ ડ્રોનના હુમલાએ મચાવ્યો હાહાકાર

કિવઃ રશિયા-યુક્રેન યુદ્ધને 2 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. માર્ચમાં રશિયન પ્રમુખપદની ચૂંટણી બાદ રશિયન સૈન્ય યુક્રેનમાં ભારે આક્રમક છે. છેલ્લા એક મહિનામાં રશિયાએ યુક્રેનમાં અનેક મોટા અને વિનાશક હુમલા કર્યા છે, પરંતુ હવે યુક્રેને પણ ઘાયલ સિંહની જેમ રશિયા પર જોરદાર વળતો હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ એક સાથે લગભગ 50 ડ્રોન વડે રશિયા પર હુમલો કર્યો. આનાથી સમગ્ર મોસ્કોમાં ગભરાટ ફેલાયો હતો. આ પહેલા પુતિનની સેનાએ યુક્રેન પર એક પછી એક અનેક મોટા હવાઈ હુમલા કર્યા હતા. ડઝનેક લોકો માર્યા ગયા હતા અને યુક્રેનના એનર્જી પ્લાન્ટ્સ સહિત સેંકડો ઇમારતો નાશ પામી હતી.

યુક્રેને રશિયાના સરહદી વિસ્તાર રોસ્તોવમાં 50થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો છે. મોસ્કોના સંરક્ષણ અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. રશિયાની ધરતી પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને અત્યાર સુધીના યુદ્ધના સૌથી મોટા હવાઈ હુમલામાંના એક તરીકે જોવામાં આવી રહ્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે મોરોઝોવસ્કી જિલ્લામાં કુલ 44 ડ્રોન જોવામાં આવ્યા છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે.

રશિયામાં સનસનાટી મચી ગઈ

રશિયાના સરહદી વિસ્તારોમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા યુક્રેનની સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર એક જિલ્લો છે. રોસ્ટોવના ગવર્નર વેસિલી ગોલુબેવે જણાવ્યું હતું કે હુમલામાં એક એનર્જી પ્લાન્ટને નુકસાન થયું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાના કુર્સ્ક, બેલગોરોડ, ક્રાસ્નોદર અને નજીકના સારાટોવ પ્રદેશના સરહદી વિસ્તારોમાં નવ વધુ ડ્રોન જોવા મળ્યા છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ આવા હુમલા અંગે કોઈ ટિપ્પણી કે પ્રતિક્રિયા આપી ન હતી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે