Not Set/ સુરત : ઉમેદવારને ટેકો આપવા ગયેલા ભાજપ કૉંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા,પોલીસે છોડાવ્યા

સુરત, સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કલેક્ટર ઑફિસની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા. સુરત લોકસભા બેઠક માટે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સમયે કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા માટે ભેગા થયા હતા, ત્યારે તેમની સાથે રહેલા કાર્યકરો અને લોકો સામસામે આવી […]

Top Stories Gujarat Surat Trending Videos
Untitled 12 સુરત : ઉમેદવારને ટેકો આપવા ગયેલા ભાજપ કૉંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા,પોલીસે છોડાવ્યા

સુરત,

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કલેક્ટર ઑફિસની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા.

સુરત લોકસભા બેઠક માટે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સમયે કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવવા માટે ભેગા થયા હતા, ત્યારે તેમની સાથે રહેલા કાર્યકરો અને લોકો સામસામે આવી ગયા હતા, અને ભારે તણાવની સ્થિતિ સર્જાઇ હતા. આ ઘટનામાં પોલીસે વચ્ચે પડીને બન્ને પાર્ટીઓના કાર્યકરો અને લોકોને છોડાવ્યા હતા.

સુરત કલેક્ટર કચેરી બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા.બન્ને પક્ષના કાર્યકરો દ્વારા સામસામે સુત્રોચ્ચાર કરવામાં આવતા ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને જોતજોતામાં બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભાજપ દ્વારા મોદી…મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા હતા. દરમિયાન ઈશારાઓમાં જોઈ લેવાની વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી.

સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે હળવો લાઠી ચાર્જ કરી ટોળાને વિખેરી સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે… પોલીસ કાર્યવાહી અંતર્ગત કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ મામલે બન્ને પક્ષના મહિલા કાર્યકરો દ્વારા છેડતીના આક્ષેપ પણ કરવામાં આવ્યા.