Amit Shah Fake Video/ અમિત શાહના નકલી વીડિયો કેસ, અમદાવાદમાંથી બે આરોપીની ધરપકડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 04 30T120204.649 અમિત શાહના નકલી વીડિયો કેસ, અમદાવાદમાંથી બે આરોપીની ધરપકડ
  • અમિત શાહના નકલી વીડિયોનો મામલો
  • અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી
  • ભાષણના વીડિયોને તોડી મરોડી વાયરલ કર્યો હતો

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે. અમિત શાહના ભાષણના વીડિયોને તોડી મરોડી વાયરલ કર્યો હતો.જેમાં પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પડાયો છે. તેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી લેતા હવે કોણે આ પ્રકારનું કામ કરાવ્યુ હતુ તે બહાર આવી જશે.એક આરોપી MLA જીગ્નેશ મેવાણીનો PA હોવાનું સામે અવાયું છે.

ઉલ્લેખનીય છે કે આર.બી.બારિયાની પ્રોફાઈલ પરની પોસ્ટ વાયરલ થઈ હતી. જે પ્રકારની પોસ્ટ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરતી હતી તે વાયરલ થઈ હતી. થોડા મહિનાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ખોટો ઉપયોગ કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે અને જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયોમાં મોર્ફ કરવામાં આવશે વીડિયોનો દુરુપયોગ થઈ રહ્યો છે. દ્વારા આ સાબિત થાય છે

દિલ્હી પોલીસે અમિત શાહ પર નકલી વીડિયો કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ સમન્સ મોકલ્યું છે. તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટે તેલંગાણામાં પાંચ લોકોની ઓળખ કરી છે, જેમની તે પૂછપરછ કરી શકે છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પર અમિત શાહનો નકલી વીડિયો ફેલાવવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડવા અંગે કંઈ કહ્યું નથી. કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા આવા નકલી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેઓએ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AMCની કામગીરી પર ચૂંટણીનો ઓછાયોઃ ઇન્ફ્રા પ્રોજેક્ટના ટેન્ડરો મુલતવી રખાયા

આ પણ વાંચો:સુરતમાં આધેડની આત્મહત્યા, 13મા માળેથી અગમ્ય કારણસર પડતું મૂક્યું

આ પણ વાંચો:અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારનો સામૂહિક આપધાત, હાજર લોકો અને ફાયર બ્રિગેડ દ્વારા કરાયું રેસ્ક્યુ

આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી