Not Set/ દિલ્હીમાં BJP એ જાહેર કર્યા વધુ બે ઉમેદવાર, ગૌતમ ગંભીરને આ બેઠક પરથી મળી ટિકિટ

દિલ્હી, બીજેપીએ લોકસભાની ચૂંટણી 2019 ના ત્રીજા તબક્કા માટે મતદાનથી એક દિવસ પહેલા દિલ્હીની બીજી બે બેઠકો પર તેના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે જારી કરવામાં આવેલ આ યાદીમાં પૂર્વ દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને નવી દિલ્હી લોકસભા બેઠકથી મીનાક્ષી લેખીને ટિકિટ આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ બીજેપીએ રવિવારે […]

Top Stories India
loksbha 1 દિલ્હીમાં BJP એ જાહેર કર્યા વધુ બે ઉમેદવાર, ગૌતમ ગંભીરને આ બેઠક પરથી મળી ટિકિટ

દિલ્હી,

બીજેપીએ લોકસભાની ચૂંટણી 2019 ના ત્રીજા તબક્કા માટે મતદાનથી એક દિવસ પહેલા દિલ્હીની બીજી બે બેઠકો પર તેના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે જારી કરવામાં આવેલ આ યાદીમાં પૂર્વ દિલ્હીથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને નવી દિલ્હી લોકસભા બેઠકથી મીનાક્ષી લેખીને ટિકિટ આપવામાં આવી છે.

આપણે જણાવી દઈએ બીજેપીએ રવિવારે દિલ્હીની ચાર બેઠકો પર પોતાના કેન્ડિડેટના નામ જાહેર કર્યા હતા. પાર્ટીએ ચાંદની ચોકથી ડો. હર્ષવર્ધન, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, પશ્ચિમ દિલ્હીથી પ્રવેશ વર્મા અને દક્ષિણ દિલ્હીથી રમેશ બિધૂડીને ઉમેદવાર બનાવવામાં આવેલ છે.

બીજેપીએ મીનાક્ષી લેખી પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે પૂર્વ દિલ્હીથી મહેશ ગિરીની ટિકિટ કાપીને અહીંથી સ્ટાર ચહેરા તરીકે ગૌતમ ગંભીરને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પણ સોમવારે દિલ્હીની સાતમાં છ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ આપી છે, ઉત્તર પૂર્વી બેઠકથી શીલા દિક્ષિત, પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલી, નવી દિલ્હીથી અજય મકન અને ઉત્તર પશ્ચિમ સીટથી રાજેશ લિલોથિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યાંથી પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.

દિલ્હીના સાતેય લોકસભાની બેઠક માટે 12 મી મે મતદાન કરવામાં આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીઓ 2019 ની પરિણામ જાહેર થશે 23 મે ના રોજ.