Special/ જાણો ધૂળેટીમાં કેસુડાના ફૂલનું કેમ મહત્વ વધુ હોય છે

આપણે ત્યાં હોળીના પર્વનું આગવું મહત્વ છે. પણ શું તમે જાણો છેકે, કેસુડાના ફુલોની હોળીએ સૌથી જુની હોળી માનવામાં આવી છે. આદિકાળથી કેસુડાના ફૂલોથી હોળી રમાતી આવી છે. કેસુડાના ફૂલોની હોળી રમવાનું ખાસ કારણ એ પણ છેકે, એનાથી સ્નાન કરવાથી ગરમીથી રાહત મળે છે અને ચામડીના રોગો દૂર થાય છે. કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી છે. […]

Health & Fitness Trending Lifestyle
Untitled 136 જાણો ધૂળેટીમાં કેસુડાના ફૂલનું કેમ મહત્વ વધુ હોય છે

આપણે ત્યાં હોળીના પર્વનું આગવું મહત્વ છે. પણ શું તમે જાણો છેકે, કેસુડાના ફુલોની હોળીએ સૌથી જુની હોળી માનવામાં આવી છે. આદિકાળથી કેસુડાના ફૂલોથી હોળી રમાતી આવી છે. કેસુડાના ફૂલોની હોળી રમવાનું ખાસ કારણ એ પણ છેકે, એનાથી સ્નાન કરવાથી ગરમીથી રાહત મળે છે અને ચામડીના રોગો દૂર થાય છે.

Untitled 137 જાણો ધૂળેટીમાં કેસુડાના ફૂલનું કેમ મહત્વ વધુ હોય છે

કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તે કેસૂડા ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસૂડા નું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. ત્યારે હાલ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ઠેર-ઠેર કેસૂડો લહેરાતો જોવા મળી રહ્યો છે. જેને કારણે નવસારી જિલ્લો હાલ કોઈ નવોઢાની માફક સજી-ધજીને શણગાર કરી રહ્યો હોય એવો લાગી રહ્યો છે.

Untitled 138 જાણો ધૂળેટીમાં કેસુડાના ફૂલનું કેમ મહત્વ વધુ હોય છે

ફાગણ મહિનો આવતાં જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે.ત્યારે આ કેસૂડો સોળેકળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે.સાથેજ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યુ છે.