OMG!/ સોશિયલ મીડિયા પર પ્રેમ, પછી લગ્ન અને બે મહિના પછી પત્નીને વેચી ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન

એક પતિએ પોતાની પત્નીને વેચીને સ્માર્ટફોન ખરીદ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બે મહિના પહેલા બંનેએ લવ મેરેજ કર્યા હતા. પરંતુ મોંઘો સ્માર્ટફોન મેળવવાના લોભમાં

India Trending
સ્માર્ટફોન

ઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક પતિએ પોતાની પત્નીને વેચીને સ્માર્ટફોન ખરીદ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બે મહિના પહેલા બંનેએ લવ મેરેજ કર્યા હતા. પરંતુ મોંઘો સ્માર્ટફોન મેળવવાના લોભમાં પતિએ 1 લાખ 80 હજાર રૂપિયા લઈને પત્નીનો આધેડ સાથે સોદો કર્યો હતો.

આ પણ વાંચો :તેલંગાણામાં 4.0 ની તીવ્રતાના અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ફેલાયો ભય

અહેવાલો અનુસાર, મામલો બોલંગીર જિલ્લાના બેલપરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બેલપારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બુલુ મુંડાના જણાવ્યા અનુસાર, 17 વર્ષનો સગીર છોકરો સોશિયલ મીડિયા દ્વારા 24 વર્ષની છોકરીના સંપર્કમાં આવ્યો હતો. વાત કરતી વખતે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી, બંનેએ તેમના પરિવારના સભ્યોને સમજાવ્યા બાદ આ વર્ષે જુલાઈ મહિનામાં પરંપરાગત રીતે લગ્ન કર્યા અને સાથે રહેવા લાગ્યા.

થોડા દિવસો પછી, નાણાકીય સમસ્યાઓને ટાંકીને, છોકરો કામની શોધમાં તેની પત્ની સાથે ઘર છોડી ગયો. બંને કપલ રાયપુર અને ઝાંસી થઈને રાજસ્થાન પહોંચ્યા હતા. અહીં તેણે ઈંટના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં છોકરો બારન જિલ્લાના 55 વર્ષીય વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. વૃદ્ધે તેની પત્નીને બદલે લાખો રૂપિયા આપવાની લાલચ આપી. પૈસાના લોભમાં પતિએ સંબંધોને શરમજનક બનાવી પત્નીને વેચી દીધી.

આ પણ વાંચો : અને આ માર્ગ આપણને એટલે જ અનુકૂળ છે કે, અહીં પીડાનો કોઈ સામનો લોકોએ કરવો પડતો નથી.

પત્નીને વેચ્યા બાદ છોકરાએ ખરીદનાર પાસેથી 1 લાખ 80 હજાર રૂપિયા લીધા હતા. આ પછી છોકરો પૈસા લઈને પોતાનો શોખ પૂરો કરવા નીકળી ગયો. પહેલા તેણે મોંઘો સ્માર્ટફોન ખરીદ્યો અને પછી મોંઘી રેસ્ટોરન્ટમાં ખાવા-પીવામાં ઘણા પૈસા ખર્ચ્યા. પૈસા ખતમ થયા બાદ છોકરો તેના ઘરે પહોંચ્યો અને બધાને કહ્યું કે તેની પત્ની તેની સાથે છેતરપિંડી કરીને અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ છે.

બાદમાં ઓડિશા જઈને યુવતી કોઈના સાથે ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે યુવતીના પરિવારજનો તેની વાતથી સહમત નહોતા થયા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને કોલ રેકોર્ડની તપાસ દરમિયાન કશીક ગરબડ લાગી હતી અને પુછપરછ દરમિયાન સગીરે પોતે પોતાની પત્નીને વેચી દીધી હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો :કોરોના વેક્સિન બનાવનારી સાત કંપનીઓ સાથે મુલાકાત કરશે વડાપ્રધાન મોદી

યુવતીને શોધવા માટે પોલીસની એક ટીમ બોલાંગીરથી રાજસ્થાન ગઈ હતી. બારા ગામ ખાતે ગ્રામીણોએ પોલીસનો રસ્તો જામ કરી દીધો હતો અને તેઓ યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં નહોતા. 55 વર્ષીય વ્યક્તિએ પોતે તે યુવતી ખરીદી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

જોકે આખરે પોલીસ યુવતીને બચાવવામાં સફળ રહી હતી અને પુછપરછમાં તેણે ઓડિશા પોતાના માતા-પિતા પાસે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ તરફ સગીરે કરેલા દાવા પ્રમાણે તેણે પોતાની પત્નીને વેચી નહોતી પરંતુ 60 હજાર રૂપિયામાં ગિરવે મુકી હતી કારણ કે તેને હૃદયની બીમારી છે અને સર્જરી કરાવવાની જરૂર છે. શુક્રવારે સગીરને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :આર્ટિકલ 370 હટાવ્યા બાદ અને નાગરિકોની થઇ રહેલી સતત હત્યા વચ્ચે અમિત શાહ પહોંચ્યા જમ્મુ કાશ્મીર