Not Set/ અને આ માર્ગ આપણને એટલે જ અનુકૂળ છે કે, અહીં પીડાનો કોઈ સામનો લોકોએ કરવો પડતો નથી.

વીર સાવરકરે અંગ્રેજોની માફી માંગી હતી કે કેમ? જેવી ચર્ચા સમાજની શરમ છે….

India Trending

ગાંધીજીના કહેવાથી વીર સાવરકરે અંગ્રેજો સમક્ષ દયા યાચિકા દાખલ કરી હતી. તેવો વિવાદ પાછલા કેટલાક સમયથી દેશભરમાં ચર્ચાને સ્થાન પામ્યો હતો. જે મુદ્દે હાલ માં જ ગૃહમંત્રી અમિત શાહે લોકોની ઝાટકણી કાઢી હતી. અને વાતમાં દમ પણ છે કેમ કે, આંદોમાન-નિકોબાર ની સેલ્યુલર જેલ કાળા-પાણી ની સજા પામેલા હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનના ગેરુઆ કલરથી રંગાયેલી છે. વીર સાવરકર જેવા હજારો સ્વાતંત્ર સેનાનીઓ આ જેલોમાં સજા-એ -કાળા -પાણી પામેલા હતા. અને તેમાં પણ આ સજા એટલે શરીરમાં થી પસીના ને બદલે લોહી કાઢી નાખે તે હદે ત્રાસદી ભરેલી હતી.

ઘાંચી ની ઘાણી ની જેમ અહીં દિન રાત કોઈ પ્રાણીના બદલે આ સેનાનીઓ એ ઘાણી ફેરવવી પડતી. ત્યારે તેમના બદનમાંથી ઉઠતી દર્દીલી ચિત્કારનો અંદાજ લગાવી શકાય તેમ છે. પરંતુ આ તેવી માતાઓના બાળકો હતા કે, જેઓ મૂંગે મોં એ માભોમને આઝાદ કરવા આનાથી પણ વધુ ઝુલ્મો વેઠતા. અને તે પણ આજીવન કારાવાસની સજા સાથે કે, જેમાં અહીં થી આઝાદ થવાના કોઈ એંધાણ પણ ન હતા.

गांधीजी ने श्रीराम के सहिष्णुता को बताया था आदर्श तो सावरकर ने की थी संहार  की बात, पहली ही मुलाकात में ठन गई थी; खाने का भी उड़ाया था मजाक - Jansatta

ત્યારે વીર સાવરકર ના નામે પણ આવો જ એક દર્દીલો અને યાતનામય ઇતિહાસ લખાયેલો છે. અહીં ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં લખવા જઇયે તો જગ્યા ઓછી પડે. તેથી અસલી મુદ્દો તે જ છે કે, અગર સાવરકરજી એ ગાંધીજીના કહેવાથી યાચિકા અરજી દાખલ પણ કરી હતી તો શું ? તેમણે આપેલ બલિદાનને એળે જવા દેવાનું ? ઘાણીના બળદની જેમ નારિયેળમાં તેલ કાઢવાની તેમની સજાને અવગણવાની? શું આ જ છે આપણી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની કદર ? અને વળી બીજું અને મહત્વનું કે, માની લો કે તેમને માફી ના માંગી હોત અને આખી જિંદગી આ દોજખમાં જ પસાર કરી હોત તો શું આપણને અંગ્રેજો આઝાદી આપી દેત ? શું આપણે તેમને વીરનો દરજ્જો આપી નવજાત ? કે અન્ય સેનાનીઓની જેમ જ ભૂલી જાત ??

7 Brutal Ways Sailors Were Punished at Sea - HISTORY

અને તેનાથી પણ મોટો મુદ્દો તો તે છે કે, પાનના ગલ્લે ટોળે વળી રોડ વચ્ચે જ હાક થૂ કરી માવા થૂંકતા …., સિગારેટના કશ માં દેશના સમસ્યાઓના છેદ ઉડાડતા…. અને હવે ડ્રગ્સ ના નશામાં ધૂત થઇ એક અંધારા ખૂણામાં આળોટતા આજના યુવાધનને સવાલ છે.. કે તમે દેશ માટે, દેશની સમસ્યાઓ માટે, તમારી આસપાસ ની ગંદકી માટે શું કરો છો? તમે ક્યાં જાગૃતિ દાખવો છો? કશું જ નહી તો દેશના રોડ-રસ્તા સ્વસ્છ રાખો છો? એફબી પર કે વોટ્સએપ યુનિવર્સીટી માં દિન રાત રત બનતા યુવાનો સત્ય-અસત્યની ચકાસણી સિવાય ફોરવરડીયા મેસેજ કર્યા સિવાય વિશેષ શું કરો છો ?

Tracking a viral WhatsApp message in Uttar Pradesh's Mahoba -India News ,  Firstpost

આ સવાલ દરેક યુવાને અને જાગૃત નાગરિકે પોતાની જાતને પૂછવા જોઈએ. અને તમેં અગર દેશના એક સારા નાગરિક નથી બની શકતા તો અન્યો પાસેથી શું આશા રાખો છો? ભગતસિંહે દેશ માટે ફાંસીના માંચડે લટકી જઈ જાન આપી દીધો તેમછતાં આજે આપણા માટે હીરો શું શાહિદ ભગત સિંહ છે ? જી, ના જરાપણ નહી …આપણે તેમને પ્રસંગોપાત જ યાદ કરીયે છીએ. બાકી ના દિવસોમાં આપણ ને તેમના બલિદાનની યાદ પણ નથીઆવતી.

Time For A New Generation Of Scholars To Study Savarkar

અને આપણે આવા ક્ષુલ્લ્ક વિવાદો ઉભા કરીયે છીએ કે, વીર સાવરકરે માફી માંગી હતી કે કેમ ? અરે ભાઈ પહેલા આપણી જાતને તપાસો કે આપણે દેશ માટે શું કર્યું કે કરી શકીયે તેમ છીએ? આપણી તાકાત, દેશદાઝ અને જાગૃતિને ઓળખીયે? ત્યાં સુધી આપણને કોઈ જ અધિકાર નથી કે, આપણે આવા વીરોનું મૂલ્યાંકન કરીયે.. ભલું થાજો ગાંધીજીનું કે, તેઓ આપણને ગળથુથીમાં અહિંસાતમક માર્ગે આંદોલનો કરવાનું ગતકડું હાથમાં પકડાવી દીધું છે કે જેમાં આપણે જાજી તક્લીફો વેઠ્યા વિના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને સરકાર પાસે મનમાની કરાવી શકીયે છીએ.

અને આ માર્ગ આપણને એટલે જ અનુકૂળ છે કે, અહીં પીડાનો કોઈ સામનો લોકોએ કરવો પડતો નથી. ના ખાસ કોઈ સંઘર્ષ વેઠવો પડે છે. અને વળી સોશ્યલ મિડિયા જેવું બેલગામ શસ્ત્ર લોકોને મળી ગયું છે કે, જેમાં સત્ય-અસત્યની ચકાસણી કર્યા વિના વાણી વિલાસ કરી પોતાની જાતને જ્ઞાની સમજી બેસેલા લોકો અભિવ્યક્તિની આઝાદીની મઝા લીધે રાખે છે..

આ જ છે આપણું આજનું અસલી સ્વરૂપ…અને આપણે શિયાળોની મિટિંગમાં સિંહે આમ કર્યું કે ના કર્યુની ચર્ચાઓ કરીયે છીએ. રોડ પર જોશ ઠાલવતા યુવાનો ને એક સવાલ કે, આપણા માંથી કેટલા લોકોએ સૈન્યમાં ભરતી થવાનું વિચાર્યું છે? દેશ સેવા કરવા જવા કેટલા યુવાનો તૈયાર છે…જેવા સવાલો ના જવાબ શું આ બેજવાબદાર સમાજ આપી શકશે?

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક