T20 World Cup/ ભારત-પાક મેચ પહેલા કેપ્ટન કોહલીએ હાર્દિક પંડ્યાને લઇને આપ્યું ચોંકાવનારું નિવેદન

ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પહેલા કહ્યું છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફિટનેસની નજીક પહોંચી ગયો છે અને ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ તબક્કે બોલિંગ કરી શકશે.

Top Stories Sports
કોહલી અને હાર્દિક

ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની મેચ પહેલા કહ્યું છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફિટનેસની નજીક પહોંચી ગયો છે અને ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ તબક્કે બોલિંગ કરી શકશે. વિરાટ કોહલીએ શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “હાર્દિક પંડ્યા તે તબક્કે પહોંચી રહ્યો છે જ્યાં તે ટૂર્નામેન્ટ દરમિયાન ક્યારેક એક-બે ઓવર ફેંકી શકે છે.”

કોહલી અને હાર્દિક

આ પણ વાંચો – T20 World Cup / ભારત વિરુદ્ધ હાઇ વોલ્ટેજ મેચ માટે પાકિસ્તાને તેની 12 સભ્યોની ટીમની કરી જાહેરાત

પાકિસ્તાન સામેની શાનદાર મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પૂરી ટીમનું ધ્યાન માત્ર જીત પર છે. કોઈ દબાણ નથી, જેથી અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. જેમ તમે જાણો છો, આવતીકાલે મેચ યોજાવાની છે. આ પત્રકાર પરિષદમાં કોહલીએ તમામ બાબતોને ખુલ્લા મને રજૂ કરી હતી. જ્યારે પ્લેઈંગ-11 વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોહલીએ કહ્યું કે આવતીકાલે ટોસ સમયે જ ખબર પડશે. આગળ કોહલી કહે છે કે તમામ ભારતીય ખેલાડીઓ ફિટ છે. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે કેમ તે અંગે કોહલીએ કહ્યું કે, પંડ્યા અમારા માટે સારું કામ કરી રહ્યો છે. તે ફિનિશર છે. અમને બધાને તેનામાં ઘણો વિશ્વાસ છે. આપને જણાવી દઈએ કે, પંડ્યા છેલ્લા કેટલાક સમયથી બોલિંગ કરી રહ્યો નથી. જ્યારથી તે ઈજામાંથી બહાર આવ્યો છે ત્યારથી તે બોલિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં સવાલ ઉભો થવાનો છે કે હાર્દિક પંડ્યાની ભૂમિકા શું છે. હાર્દિક બોલિંગ નથી કરતો તેથી શાર્દુલ ઠાકુરને ટીમમાં લાવવામાં આવ્યો હતો.

કોહલી અને હાર્દિક

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની શરૂઆત ખરાબ

ભારતીય ટીમની બોલિંગ અંગે વિરાટ કોહલીનું માનવું છે કે અમારા બોલરો શાનદાર છે. તેથી અમે બધા ખૂબ જ સકારાત્મક છીએ. છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો ભારતનાં બોલરે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે અમે ઘણી મેચો જીતવામાં સફળ રહ્યા છીએ. કોહલીનાં મતે, અગાઉ શું થયું તે રેકોર્ડનો કોઈ ફરક પડતો નથી. જે દિવસે મેચ હોય છે તમે તે દિવસે કેવી રીતે રમો છો તે મહત્વનું છે. પાકિસ્તાનની ટીમ મજબૂત ટીમ છે, તેમની વિરુદ્ધ જીતવા માટે અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.