Not Set/ #MeToo : ડીરેક્ટરે મને કહ્યું મારે તને બિકિનીમાં જોવી છે, તારા કપડાં ઉતારી દે

#MeToo કેમ્પેઈનને લઈને રોજ કઈક નવા ખુલાસા થાય છે. બોલીવુડની અભિનેત્રી હોય કે કોઈ લેખિકા હોય દરેક પોતાના સાથે થયેલા ગેરવર્ણનીય વર્તનને દુનિયા સામે ખુલ્લા મૂકી રહી છે. ત્યારે હાલમાં ફેમસ ટીવી એક્ટ્રેસે પણ પોતાના સાથે થયેલા અન્યાયની સ્ટોરી કહી છે. ફેમસ ટીવી શો ‘ દિલ સે દિલ તક’ માં ટેણીનો રોલ કરનાર જસ્મીન ભસીને […]

Trending Entertainment
maxresdefault 14 #MeToo : ડીરેક્ટરે મને કહ્યું મારે તને બિકિનીમાં જોવી છે, તારા કપડાં ઉતારી દે

#MeToo કેમ્પેઈનને લઈને રોજ કઈક નવા ખુલાસા થાય છે.

બોલીવુડની અભિનેત્રી હોય કે કોઈ લેખિકા હોય દરેક પોતાના સાથે થયેલા ગેરવર્ણનીય વર્તનને દુનિયા સામે ખુલ્લા મૂકી રહી છે. ત્યારે હાલમાં ફેમસ ટીવી એક્ટ્રેસે પણ પોતાના સાથે થયેલા અન્યાયની સ્ટોરી કહી છે.

Image result for jasmin bhasin

ફેમસ ટીવી શો ‘ દિલ સે દિલ તક’ માં ટેણીનો રોલ કરનાર જસ્મીન ભસીને પોતાની MeToo સ્ટોરી કહીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

જસ્મીને તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યા છે.

Image result for jasmin bhasin

 જસ્મીને કહ્યું છે કે તે જયારે પ્રથમ વખત મુંબઈ આવી હતી ત્યારે તેને અલગ-અલગ જગ્યાએ ઓડીશન અને મીટીંગ માટે જવું પડતું હતું. આ દરમ્યાન તેનો સંપર્ક એક એજન્સીએ કર્યો અને તેને કહ્યું કે તારે એક ડાયરેક્ટરને મળવું જોઈએ જે હાલમાં મૂવી બનાવી રહ્યા છે.

Related image

તે એજન્સીએ જસ્મીનને ઓડીશન આપવા માટે કહ્યું હતું.

ડીરેક્ટરની ઓફીસ મુંબઈમાં વર્સોવામાં હતી. થોડી વાતચીત બાદ ડીરેક્ટરે તેને કહ્યું હતું કે તું  એક્ટ્રેસ બનવા માટે શું કરી શકે છે ? કેટલી હદ સુધી જઇ શકે છે હુ જે પણ કહું એ કરી શકે છે ?

Image result for jasmin bhasin

એટલું જ નહી પણ તેણે જસ્મીનને કહ્યું હતું કે હું તને બિકિનીમાં જોવા માંગું છુ. શું તું તારા બધા કપડાં ઉતારીને બતાવીશ..

ડીરેક્ટરની આવી વાતો પરથી જસ્મીનને ભનક આવી ગઈ કે તેના ઈરાદા ખરાબ છે. ત્યારબાદ જસ્મીને ડીરેક્ટરને કહ્યું કે તે જે રોલની વાત કરી રહ્યા છે તેની સ્ક્રીપ્ટમાં એવું કઈ જ નથી. કોઈ યુવતી સાથે આવી રીતે વાત કરવી એ યોગ્ય નથી.

Image result for jasmin bhasin

વધુમાં તેને કહ્યું હતું કે ડાયરેક્ટરે મને કહ્યું કે, હુ તારો બોડી લૂક્સ જોવા ઇચ્છુ છું. મે કહ્યું જેમ તમે ઇચ્છો છો તે રીતે ઓડિશન આપવાની સ્થિતિમાં હું  નથી. આપણે ફરી ક્યારેક મળીશું અને આટલું કહીને તે ત્યાંથી નીકળી ગઈ હતી.

ત્યારબાદ આ આખી સ્ટોરી તેને એજન્સીને કહી હતી અને તેમણે ડીરેક્ટરના આવા વ્યવહાર બદલ માફી પણ માંગી હતી.

Image result for jasmin bhasin

જસ્મીને પોતાના સાથે થયેલી આ ઘટના મામલે બીજી યુવતીઓને પણ કહ્યું હતું કે નીડરતાથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. કોઈ પણ જાતનો દર ન રાખવો જોઈએ. આવી ઘટનાઓને  નકારવી ન જોઈએ.