Not Set/ મંતવ્ય ન્યુઝનું રિયાલિટી ચેક,આ વિસ્તારના દુકાનદારો પણ અમારી ટીમનાં ચેકિંગમાં થયા નાપાસ

અમદાવાદ, ઓપરેશન  મિર્ચી બૉમ્બ  તેની દિશામાં આગળ  વધીને શાહપુર  વિસ્તારમાં આવી પહોંચ્યું છે . આ વિસ્તારમાં પણ આગાઉની જેમ જ પોલમપોલ  જ જોવા મળી  છે . ફાયર સેફટીનો મુદ્દો હોય કે પછી લાયસન્સની બાબત હોય, અહી પણ સલામતીની વાત ફક્ત પોકળ સાબિત થઈ. શાહપુર વિસ્તાર ભરચક વસતી ધરાવે છે. ઉપરાંત અહી પાર્ક થયેલા વાહનો, મિત્રોની […]

Ahmedabad Top Stories Gujarat Videos
Untitled 26 મંતવ્ય ન્યુઝનું રિયાલિટી ચેક,આ વિસ્તારના દુકાનદારો પણ અમારી ટીમનાં ચેકિંગમાં થયા નાપાસ

અમદાવાદ,

ઓપરેશન  મિર્ચી બૉમ્બ  તેની દિશામાં આગળ  વધીને શાહપુર  વિસ્તારમાં આવી પહોંચ્યું છે . આ વિસ્તારમાં પણ આગાઉની જેમ જ પોલમપોલ  જ જોવા મળી  છે . ફાયર સેફટીનો મુદ્દો હોય કે પછી લાયસન્સની બાબત હોય, અહી પણ સલામતીની વાત ફક્ત પોકળ સાબિત થઈ.

શાહપુર વિસ્તાર ભરચક વસતી ધરાવે છે. ઉપરાંત અહી પાર્ક થયેલા વાહનો, મિત્રોની કામગીરી, રસ્તાના ડાયવર્ઝન બધું જ એક જ જગ્યાએ ભેગું થયું હોય તેવું લાગે. આડેધડ પાર્ક કરાયેલા વાહનો અને તેની વચ્ચે વેચાતા ફટાકડા સલામતીની મજાક ઉડાડતા હોય તેવું લાગ્યું. શાહપુર  વિસ્તારમાં આવેલી આ તમામ  દુકાનોમાં એક પણ નિયમોનું પાલન નથી થઇ રહ્યું.

આ વિસ્તારના  ચાર  રસ્તા  ઉપરના સિગ્નલ પર લીલા સિગ્લનની રાહ જોઇને ઉભેલા સેંકડો વાહન ચાલકોની પણ દયા આવે તેવો નઝારો ત્યાં અમારી ટીમને જોવા મળ્યો. દયા એટલ માટે આવે કે  જો અહી કોઇ દુર્ઘટના સર્જાય તો સમ ખાવા પુરતું પણ કોઇ બચે નહીં તેવી સ્થિતી છે.

ફાયર સેફ્ટીના નામે મિંડુ અને જો આગ લાગે તો પાણીની એક ડોલ પણ લાવતાં લાવતાં બધુ બળીને ખાખ થઇ જાય તેવી અહીંની વિકરાળ સ્થિતીનું વર્ણન પણ ના થઇ શકે.

દુકાનોની હારમાળામાં  માત્ર એક જ દુકાનમાં ફાયર સેફટી માટેનાં સિલિન્ડર જોવા મળ્યા તે પણ એવી જગ્યાએ કે જ્યારે આગ લાગે ત્યારે તેને કાઢવું મુશ્કેલ બની જાય. ત્યારે નજરે  જોવા મળે  છે કે આગ લાગે તો આ જગ્યા પર કોઈ પણ માણસ જીવતું ન બચી શકે..

આવી સ્થિતિમાં  નિયમ પ્રમાણે  આગ બુઝાવવા માટે પાણી  ભરેલા ડ્રમ અથવા રેતી ભરેલી ડોલ હોવી નિયમાનુસાર હોવી જરૂરી છે. પરંતુ  જાણે આ દુકાનદારો માટે તો નિયમો બન્યા જ નથી.  નિયમોને નેવે મૂકીને આ દુકાનદારો  પોતાના ધંધામાં મગ્ન નજરે પડી રહ્યા છે.