Accident/ પાટડીનાં અખીયાણા ગામ પાસે કૂતરું આડું ઉતરતા કાર ખાડામાં ખાબકી, યુવાનનું મૃત્યું

કચ્છ-ભૂજનાં રાપર તાલુકાનાં બાદલપુર ગામથી રાજેશભાઇ મૂળજીભાઇ પટેલ પોતાની પત્નિ વાલીબેન પટેલ અને હરેશભાઇ રાણાભાઇ રાઠોડ સહિતનાં પરિવારજનો સાથે કારમાં મુંબઇ જઇ રહ્યાં હતા…

Gujarat Others
Makar 47 પાટડીનાં અખીયાણા ગામ પાસે કૂતરું આડું ઉતરતા કાર ખાડામાં ખાબકી, યુવાનનું મૃત્યું

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

કચ્છ-ભૂજનાં રાપર તાલુકાનાં બાદલપુર ગામથી રાજેશભાઇ મૂળજીભાઇ પટેલ પોતાની પત્નિ વાલીબેન પટેલ અને હરેશભાઇ રાણાભાઇ રાઠોડ સહિતનાં પરિવારજનો સાથે કારમાં મુંબઇ જઇ રહ્યાં હતા. ત્યારે માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે કૂતરૂ આડું ઉતર્યું હતુ. જેમાં કારનાં ચાલકે કૂતરાને બચાવવા જતા કાર રોડ નીચે ઉતરીને ખાડામાં ખાબકી હતી.

જેમાં ગાડીમાં બેઠેલા તમામ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ગાડીમાં સવાર હરેશભાઇ રાણાભાઇ રાઠોડને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો