Not Set/ અમદાવાદ લઠ્ઠાકાંડ કેસ : બે આરોપીઓને 10 વર્ષની કેદ,મહિલા આરોપીને સાડા ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અમદાવાદ, લઠ્ઠાકાંડના  39 આરોપીઓમાંથી છ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે બાકીના 33 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. કોર્ટે ત્રણ આરોપીને કલમ 304 હઠેળ અને ત્રણ મહિલાને પ્રોહીબિશન એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે 6 દોષિતોની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે વિનોદ અને જયેશને 10 વર્ષની અને અરવિંદને સાત વર્ષની સજા ફટકારી છે. જ્યારે […]

Ahmedabad Top Stories Gujarat
wo 4 અમદાવાદ લઠ્ઠાકાંડ કેસ : બે આરોપીઓને 10 વર્ષની કેદ,મહિલા આરોપીને સાડા ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અમદાવાદ,

લઠ્ઠાકાંડના  39 આરોપીઓમાંથી છ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે બાકીના 33 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. કોર્ટે ત્રણ આરોપીને કલમ 304 હઠેળ અને ત્રણ મહિલાને પ્રોહીબિશન એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટે 6 દોષિતોની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે વિનોદ અને જયેશને 10 વર્ષની અને અરવિંદને સાત વર્ષની સજા ફટકારી છે. જ્યારે જ્યારે ત્રણ મહિલા દોષિતોને સાડા ત્રણ વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદમાં 2009માં થયેલાં લઠ્ઠાકાંડનો 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે.અમદાવાદની સેશન્સ કોર્ટે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત છ આરોપીને દોષિત જાહેર કર્યાં છે.

અમદાવાદમાં વર્ષ ર૦૦૯ માં થયેલા ત્રણ લઠ્ઠાકાંડમાં દોઢસોથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં, તે પૈકી ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડનો સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવી 6 આરોપીને દોષિત માન્યા છે.

આ અગાઉ સેશન્સ કોર્ટે મજુર ગામમાં થયેલા લઠ્ઠાકાંડના દસ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારી હતી.

અમદાવાદમાં 7 થી 9 જૂન 2009 દરમિયાન અમદાવાદમાં ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો. તે સમયે 150 જેટલા લોકોના મોત થયા હતાં. જ્યારે250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી. આ ઘટનાની વિગત મુજબ અમદાવાદના ત્રણ વિસ્તારમાં લઠ્ઠકાંડ થયો હતો.

અમદાવાદના કાગડાપીઠના મજૂરગામમાં લઠ્ઠાકાંડ થયો હતો જ્યારે ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડમાં રર લોકોના મોત નિપજ્યા હતાં. શહેરમાં ૭ જુલાઈ ર૦૦૯ ના અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં ઝેરી દારૃ પીવાને કારણે ઓઢવમાં ૧ર૪ વ્યક્તિઓના મોત થયા હતાં જ્યારે મજૂર ગામમાં ર૮ વ્યક્તિઓના મોત થયા હતાં. ૧૭પ લોકોને ઝેરી દારૃની અસર થઈ હતી જે પૈકી ૪૦ જેટલા લોકોની આંખ પણ જતી રહી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.આ કેસમાં પોલિસે 39 લોકોની ધરપકડ કરી હતી અને કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા.સેશન્સ કોર્ટના જજ ડી પી મહિડાએ આ આરોપીઓમાંથી ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને દોષિત માન્યા હતા.આરોપીઓને કોર્ટ ઝડપથી સજા સંભળવાશે.

ડી.પી. મહિડાની બદલી થવાની હતી, પરંતુ જ્યાં સુધી ચુકાદો ન સંભળાવાય ત્યાં સુધી મહિડાની બદલી પર હાઈકોર્ટે રોક લગાવી દીધી હતી.

 કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે,આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે.

 કલમ 65-બી મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે કલમ 60-એ મુજબ પહેલા ગુનામાં 6 મહિના સુધીની જોગવાઈ અને દંડ છે.

લઠ્ઠાકાંડ દોષિત આરોપીઓને સજાનું એલાન :-
1. વિનોદ ડગરી – 10 વર્ષની સજા, 50 હજાર દંડ
2. જયેશ ઠક્કર – 10 વર્ષની સજા, 50 હજાર દંડ
3. અરવિંદ તળપદા – 10 વર્ષની સજા, 50 હજાર દંડ
4. નંદાબેન જાની – 3.5 વર્ષની સજા અને 2500 દંડ
5. મીનાબેન રાજપૂત – 3.5 વર્ષની સજા અને 2500 દંડ
6. જસીબેન ચુનારા – 3.5 વર્ષની સજા અને 2500 દંડ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.