ચોરી/ રાત્રી કરફ્યુનો ઉઠાવ્યો ફાયદો, સાત લાખથી વધુની ચોરી

સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલી દુકાનમાં થઈ ચોરી

Gujarat Surat
vlcsnap 2021 03 20 16h56m07s594 રાત્રી કરફ્યુનો ઉઠાવ્યો ફાયદો, સાત લાખથી વધુની ચોરી

સુરતમાં રાત્રી ૯ થી ૬ લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે તસ્કરો દ્વારા તેને લાભ ઉઠાવીને તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલ દુકાનમાં ગત રાત્રીના સુમારે તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં તસ્કરો દુકાનમાં રહેલ રોકડ રકમ સહીત અનેક ચીજ વસ્તુઓ મળી કુલ સાત લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

આ પણ વાંચો: કોરોના સંક્રમણની અસર, ગુજરાતીઓના પ્રિય આ બે સ્થળે હવે શનિ – રવિમાં ‘નો એન્ટ્રી’

03f0be24ed0d426baaac27923b360a8a695e85008e9eb6c725379f4c20a444b2 રાત્રી કરફ્યુનો ઉઠાવ્યો ફાયદો, સાત લાખથી વધુની ચોરી

સુરતમાં વધી રહેલ કોરોના સંક્રમણને લઈને મનપા દ્વારા રાત્રી ૯ થી ૬ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. જેનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલ પ્રોવિઝન સ્ટોરને નિશાન બનાવી છે. જેમાં તસ્કરો દુકાનમાં રહેલ રોકડ તેમજ ચીજ વસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ જવા પામ્યા હતા. ત્યારે વહેલી સવારે આસપાસના રહીશો દ્વારા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ કરતા દુકાન માલિક તાત્કાલિક દુકાને આવી પહોચ્યા હતા. દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરતા પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી ચોરીનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના પાંડેસર વિસ્તારમા જે દુકાનમાં ચોરી થઈ તે દુકાનથી ભેસ્થાન પોલીસ મથક ખુબ જ નજીકના અંતરે હોવા છતા ચોરોએ પોલીસને પડકાર ફેક્યો છે. ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈજવા પામી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરીનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ