Not Set/ બનાસકાંઠા: ખેડૂતોની આકાશ તરફ મીટ, વરસાદની જોઇ રહ્યા છે રાહ, ખેડૂતોની દયનીય સ્થિતિ

બનાસકાંઠા, દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત કોરૂ ઘાકડ હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનુ છે કે બનાસકાંઠાની પ્રજા ખેતી અને પશુપાલન પર નભનારી છે ત્યારે વરસાદ ન વરસવાથી ખેડૂતોને પિયત માટે પાણીની સમસ્યામાંથી પસાર થવુ પડી રહ્યુ છે. સિંચાઇ માટે 14 ડેમ તો છે પરંતુ […]

Gujarat Trending
live rathyatra 9 બનાસકાંઠા: ખેડૂતોની આકાશ તરફ મીટ, વરસાદની જોઇ રહ્યા છે રાહ, ખેડૂતોની દયનીય સ્થિતિ

બનાસકાંઠા,

દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત કોરૂ ઘાકડ હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનુ છે કે બનાસકાંઠાની પ્રજા ખેતી અને પશુપાલન પર નભનારી છે ત્યારે વરસાદ ન વરસવાથી ખેડૂતોને પિયત માટે પાણીની સમસ્યામાંથી પસાર થવુ પડી રહ્યુ છે. સિંચાઇ માટે 14 ડેમ તો છે પરંતુ ડેમ ખાલીખમ હોવાથી ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે અમીરગઢ તાલુકામાં 2016માં 114 મીમી, વર્ષ 2017માં 200 મીમી જ્યારે 2018માં માત્ર 72 મીમી નોંધાતા ખેડુતોની દયનિય હાલત થઇ ગઇ છે ત્યારે સરકાર ખેડૂતો માટે પિયતના પાણીની વ્યવસ્થા ક્યારે કરશે તે જોવાનુ રહેશે.