Not Set/ કોરોના સંક્રમણની અસર, ગુજરાતીઓના પ્રિય આ બે સ્થળે હવે શનિ – રવિમાં ‘નો એન્ટ્રી’

શનિવાર અને રવિવારે પર્યટોકને બીચ અને પાર્કમાં જવાની એન્ટ્રી નહીં મળે.

Top Stories Gujarat Others

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વધતાં કોરોનાના કેસ વચ્ચે આજે સંઘ પ્રદેશ દિવ, દમણ અને સેલવાસ પ્રશાસને નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવાર અહીંના તમામ બીચ અને પ્રર્યટન સ્થળ પ્રવાસીઓ માટે બંધ રહેશે. એટલે કે શનિવાર અને રવિવારે પર્યટોકને બીચ અને પાર્કમાં જવાની એન્ટ્રી નહીં મળે. આ ઉપરાંત અહીં એવા જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે જેમની પાસે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ હશે. આ રિપોર્ટ પર 72 કલાક સુધીમાં કરેલો હોવો જરૂરી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ ન થાય ત્યાં સુધી વીકએન્ડ પર તમામ જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો :કોરોના બન્યો કાળ, ભાજપના આ મહિલા નેતાનું થયું નિધન

આ સાથે જ પ્રશાસને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત બને ત્યાં સુધી ન લે. નોંધનીય છે કે, આ ત્રણે રાજ્યો એવા છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો :નેતાઓ ‘આભાર’,સુરતને નં.1 બનાવવા માટે, એક વર્ષમાં પહેલીવાર કોરોનાએ બનાવ્યો નવા રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે શનિ-રવિની રજામાં દિવ, દમણ સહિતના સ્થળે મોટી સંખ્યામાં ગુજરાતી, અન્ય રાજ્યના અને વિદેશથી પ્રવાસીઓ ફરવા આવે છે. તેવામાં અહીં કોરોનાની સ્થિતિ વકરે નહીં અને સંક્રમણ ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે.  હાલમાં દમણમાં કોરોનાના કેસ વધતા આજ રોજથી પર્યટકોને દરિયા અને લાઈટ હાઉસની જગ્યા પર જવા મળશે નહીં. તો બીજી તરફ દીવના નાગવા બીચ, જલધર બીચ અને ઘોઘલ બીચ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દીવ આવતા તમામ પર્યટકોને કોરોન્ટાઈન કરવામાં આવશે.