Chandigarh Airport Power Bank Incident: હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 108 માં મંગળવારે પાવર બેંક ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લેન જ્યારે એરપોર્ટ પર ઉભું હતું ત્યારે એક મુસાફરની બેગમાં રાખેલી પાવર બેંકમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 5 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
લેન્ડિંગ બાદ સર્જાઈ અફરાતફરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ બપોરે આશરે 3:29 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. પ્લેનમાં 198 મુસાફરો, બે બાળકો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.
ધુમાડાના ગોટા: લેન્ડિંગ બાદ જ્યારે પ્લેન વે નંબર-1 તરફ જઈ રહ્યું હતું ત્યારે સીટ 39C પર બેઠેલા મુસાફરે પાવર બેંકમાં આગ લાગી હોવાની જાણકારી આપી. જોતજોતામાં આખું વિમાન ધુમાડાથી ભરાઈ ગયું હતું.
ઇમરજન્સી એક્ઝિટ: ક્રૂ મેમ્બર્સે તુરંત ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી ગેટ ખોલીને મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
DGCA ના કડક નિયમો છતાં ચૂક
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ જાન્યુઆરી 2026 થી ફ્લાઇટ દરમિયાન પાવર બેંક દ્વારા ચાર્જિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
લિથિયમ બેટરીનું જોખમ: પાવર બેંકમાં વપરાતી લિથિયમ બેટરીઓ ગરમ થવાને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે.
હાલનો નિયમ: પાવર બેંક માત્ર હેન્ડ બેગેજમાં જ લઈ જવાની મંજૂરી છે, તેને ચેક-ઇન લગેજ કે ઓવરહેડ બિનમાં રાખવી જોખમી છે કારણ કે ત્યાં આગ લાગે તો તુરંત ખબર પડતી નથી.
પાવર બેંકનો ઉપયોગ કરતા પહેલા રાખો આ ધ્યાન
Power Bank ને બ્લાસ્ટ થતી અટકાવવાની ટિપ્સ:
સસ્તી ક્વોલિટી ટાળો: હંમેશા BIS સર્ટીફાઈડ અને સારી બ્રાન્ડની જ પાવર બેંક (Power Bank) ખરીદો.
ઓવરચાર્જિંગ: પાવર બેંકને (Power Bank) ક્યારેય આખી રાત ચાર્જિંગમાં ન મૂકો. LED ઇન્ડિકેટર્સ ચેક કરતા રહો.
તાપમાન અને દબાણ: પાવર બેંકને સીધા સૂર્યપ્રકાશમાં કે ગરમ જગ્યાએ ન રાખો. તેના પર કોઈ ભારે દબાણ ન આવે તેનું ધ્યાન રાખો.
ડેમેજ ચેક કરો: જો પાવર બેંક ફૂલી ગઈ હોય અથવા તે ક્યાંકથી ડેમેજ થઈ હોય, તો તેનો ઉપયોગ કરવાનું તુરંત બંધ કરી દો.
ઇન્ડિગો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિમાનને ફરી ઓપરેશનમાં લાવતા પહેલા તેની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે. પાવર બેંક બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:5000 ફૂટની ઊંચાઈએ વિમાનનું એન્જિન ફેલ, બોઇંગ ડ્રીમલાઇનરે કરાવ્યું ઇમરજન્સી લેન્ડિંગ


