World News/ ઇરાકમાંથી અમેરિકી સૈન્ય હંમેશા માટે પરત ફરશે; 30 સપ્ટેમ્બરે પૂરી થશે 23 વર્ષની હાજરી

લગભગ 23 વર્ષ બાદ Iraq માંથી અમેરિકી સૈન્યની હાજરી સત્તાવાર રીતે પૂરી થવા જઈ રહી છે. 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમામ સૈનિકો ઇરાક છોડશે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories World
Iraq

US Military Exit Iraq September 2026 News:  ઇરાકમાં અમેરિકી સૈન્યની લાંબા સમયથી ચાલી રહેલી હાજરી હવે સમાપ્ત થવાના તબક્કામાં છે. ઇરાકી વડાપ્રધાનના કાર્યાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઇરાકમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પૂર્ણ કરવાની યોજના છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOMના પ્રમુખ એડમિરલ બ્રાડ કૂપર સાથેની બેઠક બાદ આ નિર્ણય અંગે માહિતી સામે આવી છે.

2003થી શરૂ થયો હતો સૈન્ય અધ્યાય

ઇરાકમાં(Iraq) અમેરિકાની સૈન્ય હાજરીનો વર્તમાન અધ્યાય વર્ષ 2003માં શરૂ થયો હતો. તે સમયે અમેરિકાએ સદ્દામ હુસેનના શાસનને હટાવવા માટે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 2011માં મોટા પ્રમાણમાં અમેરિકી સૈનિકોને ઇરાકમાંથી પરત બોલાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2014માં ISISના વધતા ખતરા વચ્ચે અમેરિકી સૈનિકોની ફરીથી ઇરાકમાં તહેનાતી કરવામાં આવી હતી. ત્યારથી આતંકવાદ વિરોધી અભિયાનમાં અમેરિકી સેનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

30 સપ્ટેમ્બર સુધીમાં વાપસીનું લક્ષ્ય

હવે નક્કી કરવામાં આવેલી યોજના પ્રમાણે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઇરાકમાં(Iraq) ચાલી રહેલું અમેરિકી સૈન્ય મિશન સમાપ્ત કરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ISIS વિરુદ્ધના સૈન્ય અભિયાનને પૂર્ણ કર્યા બાદ અમેરિકી સૈનિકો અને તેમના સાધનોને તબક્કાવાર રીતે પરત ખસેડવામાં આવી રહ્યા છે. ઉત્તરી ઇરાકના કુર્દ વિસ્તારમાં આવેલા અર્બિલમાંથી પણ અમેરિકી સૈનિકો અને સૈન્ય સાધનો હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમેરિકાની Iraq નીતિમાં મોટો ફેરફાર

આ વાપસી માત્ર સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય નથી, પરંતુ ઇરાક(Iraq) અને અમેરિકા વચ્ચેના સુરક્ષા સંબંધોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ સૈન્ય અભિયાનોને તબક્કાવાર રીતે સમાપ્ત કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.

1 ઓક્ટોબરથી નવો તબક્કો

યોજના મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં વાપસી પૂર્ણ થયા બાદ 1 ઓક્ટોબર 2026થી ઇરાકમાં(Iraq) અમેરિકી સૈન્ય હાજરીનો એક લાંબો અધ્યાય પૂર્ણ થશે. જોકે, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ કયા સ્વરૂપે આગળ વધશે તે મહત્વનું રહેશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ યથાવત છે. તેથી ઇરાકમાંથી અમેરિકી સૈનિકોની વાપસીથી આ વિસ્તારમાં સુરક્ષા અને વ્યૂહાત્મક સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.


આ પણ વાંચો:અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ

આ પણ વાંચો: ચીનની ‘ફાઈવ ફિંગર’ નીતિ અને અરુણાસલ સરહદ વિવાદ; જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડે રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનમાં મોટી જવાબદારી સંભાળી