અરે વાહ/ રિલ લાઇફનો આ હીરો બન્યો રિયલ લાઇફ દેવદૂત, વ્યક્તિનો જીવ બચાવવા પોતાનો જીવ મુક્યો જોખમમાં..

ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલે એક અજાણી વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. લાઈફ ઓફ પાઈ અને સ્લમ ડોગ મિલિયોનેર ફિલ્મોથી ફેમસ થયેલા દેવે એક અજાણી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

Top Stories Trending Entertainment

ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલે એક અજાણી વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. લાઈફ ઓફ પાઈ અને સ્લમ ડોગ મિલિયોનેર ફિલ્મોથી ફેમસ થયેલા દેવે એક અજાણી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાકુ મારવાની ઘટનાને રોકવા માટે કશુ જ વિચાર્યા વગર દેવ વચ્ચે કૂદી પડ્યા હતા. ઘાયલ વ્યક્તિને બચાવવા માટે પોલીસ આવે ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહ્યા.

ઉલ્લેખનીય છે કે દેવ ઓસ્ટ્રેલિયાના એડિલેડનો રહેવાસી છે અને આ ઘટના પણ ત્યાં જ બની હતી. મંગળવારે દેવ તેના મિત્રો સાથે એડિલેડમાં એક જનરલ સ્ટોર પર ગયો હતો. સ્ટોર પાસે એક કપલ લડી રહ્યું હતું. લડતા લડતા, કપલ સ્ટોરની ખૂબ નજીક આવી ગયું. આ દરમિયાન મહિલાએ પુરુષની છાતીમાં છરો માર્યો હતો.

મહિલાની ધરપકડ

આ મામલો વધુ ઉગ્ર બને તે પહેલા જ દેવ અને તેના મિત્રો આ છરી વડે મારામારીની વચ્ચે આવી ગયા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ઘાયલ માણસને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દેવના પ્રવક્તાએ કહ્યું કે અભિનેતા તેના નેચરલ સ્વભાવ પ્રમાણે જ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત સારી છે. મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

ચાહકોએ દેવના વખાણ કર્યા

સોશિયલ મીડિયા પર ફેન્સ દેવ પટેલના વખાણ કરી રહ્યા છે. ચાહકોએ કહ્યું કે ખતરનાક પરિસ્થિતિમાં પણ કોઈનો જીવ બચાવવો એ તારીફે કાબિલ છે. એક યુઝરે કહ્યું- અજાણી વ્યક્તિ માટે તમારો જીવ જોખમમાં મૂકવો. That’s My Boy…

18 વર્ષની ઉંમરે સ્લમ ડોગ મિલિયોનેર મળી

ડેની બોયલની 2008માં આવેલી ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેરથી દેવ પટેલ વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા. આ ફિલ્મે 8 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં દેવ ઉપરાંત ફ્રીડા પિન્ટો, અનિલ કપૂર પણ હતા. દેવને 2016ની ફિલ્મ લાયન માટે ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું.

આ ફિલ્મમાં તેણે એક ભારતીય બાળકનું પાત્ર ભજવ્યું હતું જેને ઓસ્ટ્રેલિયાના પરિવારે દત્તક લીધું હતું. આ સિવાય લાઈફ ઓફ પાઈ અને લાસ્ટ એરબેન્ડર જેવી ફિલ્મોએ દેવને દુનિયાની સાથે ભારતમાં પણ લોકપ્રિય બનાવ્યા હતા.