Jamnagar News: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ (Jamnagar Dental College Scam)ની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓ ધરાવતા 15 ચેક મારફતે આશરે રૂ.1.36 કરોડ ઉપાડવાના કેસમાં રાજ્યના આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી છે. આ રકમ કોલેજના એક ક્લાર્કના ખાતામાં જમા થયા બાદ અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી હોવાના આક્ષેપ છે. કેસને લઈને હવે આરોગ્ય વિભાગની તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.
15 ચેક મારફતે રૂ.1.36 કરોડ ઉપાડ્યાનો મામલો
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ (Jamnagar Dental College Scam)ની રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી આશરે રૂ.1.36 કરોડની રકમ ઉપાડવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. મળતી વિગતો મુજબ, ડીનની સહીઓ ધરાવતા કુલ 15 ચેકનો ઉપયોગ કરીને આ રકમ ઉપાડવામાં આવી હતી.તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે ઉપાડવામાં આવેલી રકમ કોલેજ (Jamnagar Dental College Scam)ના ક્લાર્કના ખાતામાં જમા કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્યત્ર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
સેશન્સ કોર્ટે ડીનની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા
આ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી વખતે જામનગરની સેશન્સ કોર્ટે ડેન્ટલ કોલેજ (Jamnagar Dental College Scam)ના ડીન ડૉ. નયનાબેન પટેલની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.કોર્ટે ડીનને કથિત રીતે રક્ષણ આપવામાં આવ્યું હોવાની બાબતે ત્રણ પોલીસ અધિકારીઓની ભૂમિકા અંગે પણ ટિપ્પણી કરી હતી. આ અધિકારીઓમાં PSI એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોરનો સમાવેશ થાય છે.
DGP કચેરી મારફતે સરકાર સુધી પહોંચ્યો કોર્ટનો આદેશ
સેશન્સ કોર્ટના આદેશ બાદ તેની નકલ DGP કચેરી મારફતે રાજ્યના આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગના સચિવોને મોકલવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી દ્વારા આ નકલો પહોંચાડવામાં આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ટલ કોલેજ (Jamnagar Dental College Scam)ના ડીન પાસેથી જવાબ માંગવામાં આવે તેવી શક્યતા છે.બીજી તરફ, ગૃહ વિભાગ દ્વારા પણ ત્રણ પોલીસ અધિકારીઓની કથિત ભૂમિકા અંગે તપાસ કરીને જરૂરી જવાબ માંગવામાં આવી શકે છે.
આરોગ્ય વિભાગે તપાસ સમિતિ બનાવી
સમગ્ર મામલો ગંભીર બનતા રાજ્યના આરોગ્ય વિભાગે હવે સત્તાવાર તપાસ સમિતિની રચના કરી છે. સમિતિ દ્વારા નાણાકીય વ્યવહારો, ચેક પર થયેલી સહીઓ, રકમ કયા ખાતામાં ગઈ અને ત્યારબાદ ક્યાં ટ્રાન્સફર થઈ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી શકે છે.તપાસ સમિતિના અહેવાલ બાદ જવાબદારી નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
ક્લાર્કના કબૂલાતના વીડિયો સહિતના પુરાવા રજૂ થયા
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે આરોપી ક્લાર્કના કબૂલાતના વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ ઉપરાંત સુરતથી અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી હતી.હાલ પોલીસ તપાસમાં ડીનની સીધી સંડોવણી સાબિત થઈ હોવાનું સ્પષ્ટ નથી. જોકે, સેશન્સ કોર્ટની ટિપ્પણી અને હવે આરોગ્ય વિભાગ દ્વારા રચાયેલી તપાસ સમિતિને કારણે ડેન્ટલ કોલેજ (Jamnagar Dental College Scam)ના વહીવટ અંગેના સવાલો વધુ ગંભીર બન્યા છે.
તપાસના અંતિમ અહેવાલ પર નજર
હવે તપાસ સમિતિ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવશે. રૂ.1.36 કરોડની રકમ કઈ રીતે ઉપાડવામાં આવી, ચેક પ્રક્રિયામાં કોની ભૂમિકા હતી અને રકમ અન્યત્ર ટ્રાન્સફર કરવામાં કોનો હિસ્સો હતો તે તપાસનો મુખ્ય વિષય બની શકે છે.સમિતિના અંતિમ અહેવાલ બાદ આ સમગ્ર પ્રકરણમાં વધુ જવાબદારી નક્કી થાય છે કે કેમ, તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:જામનગર ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, NHM કર્મચારી સામે પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત
