PM Visit/ વડા પ્રધાન મોદીનાં હસ્તે સી પ્લેન સેવાનો આજથી પ્રારંભ

અમદાવાદ રિવરફ્રંટ ઉપરથી કેવડીયા સુધીની સી પ્લેન ફ્લાઈટ સેવાનું આજથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પ્રારંભ કરવાનાં છે. વડા પ્રધાન મોદી કેવડિયાથતી સી પ્લેન મારફતે અમદાવાદ આવશે.

Top Stories Gujarat
sss 22 વડા પ્રધાન મોદીનાં હસ્તે સી પ્લેન સેવાનો આજથી પ્રારંભ

PM મોદીનાં હસ્તે સી પ્લેન સેવાનો આજથી પ્રારંભ
કેવડિયા ખાતે આજે કરાવશે સી પ્લેન સેવા શરૂ
કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સી પ્લેન સેવા
બપોરે કેવડિયાથી સી પ્લેન મારફતે આવશે અમદાવાદ
PM મોદી એરોડ્રામ બિલ્ડિંગનું પણ કરશે ઉદ્ઘાટન

અમદાવાદ રિવરફ્રંટ ઉપરથી કેવડીયા સુધીની સી પ્લેન ફ્લાઈટ સેવાનું આજથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પ્રારંભ કરવાનાં છે. વડા પ્રધાન મોદી કેવડિયાથતી સી પ્લેન મારફતે અમદાવાદ આવશે. વળી PM મોદી એરોડ્રામ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરવાના છે. PM મોદી આજે કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં આવવાનાં છે. સી-પ્લેન અમદાવાદ પહોંચ્યા બાદ આજે જ કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન કરવાની ઓપરેટર એરલાઈન્સ સ્પાઈસ જેટે જાહેરાત કરી હતી. કોરોનાનાં કારણે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતનાં સ્થળે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેર પોલીસને સવારથી સ્ટેંડ ટુ રહેવાના આદેશ અપાયા છે. સવારે 10થી બપોરના 2 વાગ્યે સુધી સાબરમતી રિવરફ્રંટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાન ગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો આવતો માર્ગ બંધ રાખવામાં આવશે.