Photos/ સંજય દત્તે કેન્સરને માત આપ્યા બાદ બદલ્યો તેનો લુક,જુઓ

સંજય દત્તની હેરસ્ટાઇલલિસ્ટ આલીમ હકીમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેનો બદલાયે લુક બતાવે છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે સંજય દત્તે તેના વાળને પ્લેટિનમ સોનેરી રંગમાં રંગ્યા છે,

Entertainment
a 158 સંજય દત્તે કેન્સરને માત આપ્યા બાદ બદલ્યો તેનો લુક,જુઓ

બોલીવુડ અભિનેતા સંજય દત્ત અવારનવાર તેના વાળ સાથે એક્સપેરિમેન્ટ કરતો રહે છે. હવે તેણે ફરી એક વાર તેની હેર સ્ટાઈલ બદલી નાખી છે, જેમાં તે એકદમ કૂલ લાગે છે. સંજય દત્તના બદલાયેલા લૂકની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સંજય દત્તના ફેન્સ તેના નવા લુકને પસંદ કરી રહ્યા છે.

sanjay dutt platinum blonde hair goes viral sanjay dutt new hair style  sanju baba changed his look sanjay dutt cancer post sry | कैंसर से जंग  जीतने वाले संजय दत्त का New

હકીકતમાં, સંજય દત્તની હેરસ્ટાઇલલિસ્ટ આલીમ હકીમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તેનો બદલાયે લુક બતાવે છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે સંજય દત્તે તેના વાળને પ્લેટિનમ સોનેરી રંગમાં રંગ્યા છે, જે તેને ખૂબ શોભે છે. બ્લુ ટી-શર્ટ અને ચશ્માં પહેરેલો સંજય દત્ત જુદા જુદા પોઝમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : કાજલ અગ્રવાલની પાયજામા પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

Sanjay Dutt flaunts his new platinum blonde hairdo after beating cancer

આપને જણાવી દઈએ કે સંજય દત્તે તાજેતરમાં કેન્સરને હરાવી દીધું છે. ચાહકોને આ માહિતી આપતા તેમણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું કે, ‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને પરિવાર માટે ખૂબ મુશ્કેલ હતા. પરંતુ એવું કહેવામાં આવે છે, ભગવાન એક સખત યુદ્ધ લડવા માટે ફક્ત સૌથી મજબૂત સૈનિકની પસંદગી કરે છે. અને આજે, મારા બાળકોના જન્મદિવસ પ્રસંગે, હું આ યુદ્ધ જીતીને પાછો ફર્યો છું. આ પરિવાર માટે શ્રેષ્ઠ ઉપહાર છે.

આ પણ વાંચો : મલાઇકા અરોરા અને બાપુજીનો આ ડાન્સ જોઈ જેઠાલાલને પણ આવી ગઈ શરમ 

Instagram will load in the frontend.

Sanjay Dutt New look After Defeating Lung cancer PHOTOS

સંજય આગળ લખે છે કે તમારા બધાના આશીર્વાદ વિના મારે વિના મારાથી આવું ન થયું હોત. તમારા સમર્થન અને આશીર્વાદ માટે હું તમારો આભારી છું. હું મારી સાથે આ યુદ્ધમાં ઉભા રહેવા બદલ કુટુંબીઓ, મિત્રો અને ચાહકોનો આભાર માનું છું. મારા માટે મજબૂત રહો પ્રેમ, પરિચિતતા અને અસંખ્ય આશીર્વાદ માટે આભાર. હું ડો. સેવંતી અને તેમની ટીમનો આભારી છું, કોકિલાબેન હોસ્પિટલની નર્સો અને મેડિકલ સ્ટાફનો આભારી છું જેમણે મારી ખૂબ કાળજી લીધી.

Sanjay Dutt flaunts his new platinum blonde hairdo after beating cancer