સામાન્ય ઝઘડામાં યુવાનો ઝનુની બની જતા હોવાના કિસ્સા વધી રહ્યા છે. નાની-નાની વાત પર હથિયાર ઉડવાના અને માર મારવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો સુરતના પરવત પાટિયા નજીક જાહેરમાં અજાણ્યા ઇસમોના મારનો ભોગ બનેલા યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે 24 કલાક પછી પણ પોસ્ટમોર્ટમ ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. અનિલ સુખદેવ તાઈડેને 108માં સિવિલ લવાયા બાદ તેણે મેડિકલ ઓફિસરને જણાવ્યું હતું કે ત્રણ જણાએ ગડદાપાટું અને પટ્ટા વડે માર માર્યો હતો.
સારવાર દરમિયાન મોતને ભેટેલા અનિલ તાઈડેના દાખલ કેસ પેપરમાં પણ માર મરાયો હોવાનું ડોક્ટરને કહ્યું હતું, જેમાં પણ સારવાર કરનારા ડોક્ટરોએ ઇજાનાં નિશાન બતાવ્યાં છે. એટલું જ નહીં, પણ સર્જરી વિભાગે અનિલના મૃત્યુનું કારણ માથા અને છાતીના ભાગની ઇજા હોવાનું બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આજે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવી શકે છે. પુણા પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો :જામનગરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત
આ પણ વાંચો :રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ટિકિટ
આ પણ વાંચો :રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત, હવામાન વિભાગે કરી આગાહી
આ પણ વાંચો :રાજ્યમાં 47 બિન હથિયારી PIની બદલી, DGPએ આપ્યા આદેશ