Not Set/ જ્યારે મેં મોટો દિકરો ગુમાવ્યો ત્યારે શાહરુખ જ મારી પાસે આવ્યો હતો : શેખર સુમન

આર્યન ખાનની ધરપકડ બાદ શેખર સુમને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેણે લખ્યું, ‘મારું દિલ શાહરૂખ અને ગૌરી..

Entertainment
શેખર

શાહરૂખ ખાન અને તેનો પરિવાર અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન 2 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર દરોડા દરમિયાન NCB દ્વારા પકડાયો હતો. આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આર્યન હાલમાં મુંબઈની ઑર્થર રોડ જેલમાં બંધ છે. દરમિયાન, ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને ઘણી સેલિબ્રિટીઝ શાહરૂખ ખાન અને ગૌરી ખાનને સપોર્ટ કરી રહ્યા છે. હવે તાજેતરમાં અભિનેતા શેખર સુમને શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ટેકો આપ્યો છે.

આ પણ વાંચો :તાહિરા કશ્યપે કહ્યું – તંદુરસ્ત જ્યુસ પણ હોઈ શકે છે હાનિકારક, ICUમાં રહેવાની નોબત આવી ગઈ

આર્યન ખાનની ધરપકડ બાદ શેખર સુમને પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેણે લખ્યું, ‘મારું દિલ શાહરૂખ અને ગૌરી ખાન સાથે છે. એક પિતા તરીકે હું અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું તે હું સારી રીતે સમજી શકું છું. ભલે ગમે તે થાય, માતા-પિતા માટે આવી મુશ્કેલીઓ અને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું સહેલું નથી. ‘

અન્ય એક ટ્વિટમાં શેખર સુમને શાહરૂખ ખાનની ઉદારતા વિશે વાત કરતા લખ્યું, ‘જ્યારે મેં મારો 11 વર્ષનો દીકરો આયુષ ગુમાવ્યો ત્યારે શાહરૂખ ખાન એકમાત્ર અભિનેતા હતા જે મારી પાસે વ્યક્તિગત રીતે આવ્યા હતા. તે સમયે હું ફિલ્મ સિટીમાં શૂટિંગ કરી રહ્યો હતો. શાહરૂખ ખાન સેટ પર આવ્યો અને મને ગળે લગાવ્યો અને તેણે શોક વ્યક્ત કર્યો. આ ક્ષણે તે પિતા તરીકે જે પીડામાંથી પસાર થઈ રહ્યો છે તે વિચારવા માટે મને ઘણું દુ:ખ  થઈ રહ્યું છે.

આ પણ વાંચો :NCB કરશે આર્યનના જામીનનો વિરોધ, ડ્રાઈવર પાસેથી મળી આ મહત્વની માહિતી

શેખર સુમન સિવાય અન્ય ઘણા સ્ટાર્સે પણ આ મામલે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ટેકો આપ્યો છે. અગાઉ, રવીના ટંડન, ફરાહ ખાન, હંસલ મહેતા, અભિષેક કપૂર સાથે, ઘણી હસ્તીઓએ શાહરૂખ અને ગૌરીના સમર્થનમાં પોસ્ટ્સ શેર કરી છે. જણાવી દઈએ કે આ સમયે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્રુઝમાં દરોડા દરમિયાન તે બધા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે.

આ પણ વાંચો : BYJUSએ શાહરૂખ ખાનની તમામ જાહેરાત પર હાલ પ્રતિબંધ મૂક્યો

આ પણ વાંચો :વનરાજ’ પર ભારે પડશે તેનું અભિમાન, શું ‘અનુપમા’ બાદ બાળકો પણ છોડશે સાથ!