interview/ શું નરેન્દ્ર મોદી ડિકટેટરશીપમાં વિશ્વાસ ધરાવે છે ?, અમિત શાહે આપ્યો આ જવાબ

અમિત શાહે જણાવ્યું હતું કે, મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કામ કરતા ખૂબ જ નજીકથી જોયા છે. તેમના પર જે પણ આરોપ લાગ્યા છે, તે પાયાવિહોણા છે. મે નરેન્દ્ર મોદી જેવા શ્રોતા આજ દિવસ સુધી જોયા નથી

Top Stories India
અમિત શાહ ઈન્ટરવ્યૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 20 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન મોદીના શાસનને 20 વર્ષ પૂર્ણ થવા પર ગૃહમંત્રી અમિત શાહે સંસદ ટીવીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું નરેન્દ્ર મોદી લોકોની જાસૂસી કરાવે છે? શું નરેન્દ્ર મોદી ડિકટેટરશીપ માં વિશ્વાસ ધરાવે છે ? આ સવાલનો જવાબ આપતાં અમિત શાહે જણાવ્યું હતું કે, મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કામ કરતા ખૂબ જ નજીકથી જોયા છે. તેમના પર જે પણ આરોપ લાગ્યા છે, તે પાયાવિહોણા છે. મે નરેન્દ્ર મોદી જેવા શ્રોતા આજ દિવસ સુધી જોયા નથી.કોઈપણ બેઠકમાં પણ તેઓ સૌથી ઓછું બોલે છે અને ખૂબ જ ધૈર્યપૂર્વક સાંભળે છે ત્યારબાદ તેઓ ઉચિત નિર્ણય લે છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઘણીવાર અમને એવું લાગે કે, તેઓ આટલું વિચારવામાં સમય કેમ લે છે? પરંતુ તેઓ નાનામાં નાના પાયાના કાર્યકર્તાની વાત સાંભળે છે અને તેમના અભિપ્રાયની ગુણવત્તાને મહત્વનો આધાર પણ આપે છે. જો કોઈ એવું કહેતું હોય કે તેઓ નિર્ણય થોપી દે છે પરંતુ તેવા સમાચારમાં સહેજેય સચ્ચાઈ નથી.

કેવી રીતે બની ધારણા?

અમિત શાહે જણાવ્યું હતું કે, લોકોએ જાણી જોઇને ધારણાઓ બાંધી લીધી છે. ફોરમમાં જે પણ ચર્ચા થાય છે તે સહેજેય બહાર જતી નથી. તો ઘણા લોકોને લાગે છે કે આ નિર્ણય નરેન્દ્ર મોદીએ લીધો છે. જનતા તથા પત્રકારોને ખબર નથી હોતી કે આ નિર્ણય સામુહિક રીતે લેવામાં આવ્યો હોય છે. અને સ્વાભાવિક વાત છે કે આખરી મહોર તો તે જ આપશે, જનતાએ તેમને અધિકાર આપ્યો છે. તેઓ લોકોની વાત સાંભળીને, દરેકને બોલવાનો મોકો આપીને, દરેકના સારા-નરસા પોઈન્ટને ધ્યાનમાં રાખી નિર્ણય લેતા હોય છે.

ઘણા અમારી વિચારધારાના વિરોધી છે તેઓ તોડમરોડ રીતે સચ્ચાઈને સામે રાખવાની કોશિશ કરે છે. ઘણા લોકો તો તેમની સ્વચ્છ છબીને દુષિત કરવાનું પણ કામ કરતા હોય છે.