શુક્રવારે નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશક દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપારી મુસાફરોની ફ્લાઇટ સેવાઓ પરના પ્રતિબંધને વધારવામાં આવ્યો હતો. હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 31 માર્ચ 2021 સુધી બંધ રહેશે. અગાઉ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની અવધિ 28 ફેબ્રુઆરી 2021 સુધી વધારી દેવામાં આવી હતી. કોવિડ -19 મહામારીને કારણે ગયા વર્ષે 23 માર્ચથી સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.ડીજીસીએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જો કે સક્ષમ અધિકારી દ્વારા પસંદગીના રૂટ્સ પર કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે ડીજીસીએએ જણાવ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.
Morbi / મોરબીમાં બે સિરામિક એકમો પર ઈન્કમટેક્ષના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાયા
કોરોના વાયરસ મહામારીના કારણે, નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સને 23 માર્ચથી સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ અંતર્ગત મેથી કેટલાક દેશોમાં વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત 27 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે.
New Delhi / PM મોદીની લોકપ્રિયતામાં થઈ રહ્યો છે વધારો, વડાપ્રધાનને વધુ એકવાર મળશે આંતરરાષ્ટ્રીય એવોર્ડ
નોંધપાત્ર વાત એ છે કે ઘરેલુ ફ્લાઇટ્સ પરિચાલનમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પહેલાની તુલનામાં ભારતીય કંપનીઓની ફ્લાઇટ્સની ઉડાનો 70 થી વધારીને 80 ટકા કરવામાં આવી છે. એરલાઇન્સ પૂર્વ-કોરોના સ્તરથી ઉપરની 70% જેટલી સ્થાનિક મુસાફરોની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. ગત વર્ષે 25 મેના રોજ 30 હજાર મુસાફરો સાથે ઘરેલું ફ્લાઇટ શરૂ થઈ હતી અને 30 નવેમ્બર 2020ના રોજ 2.52 લાખનો આંકડો સ્પર્શ્યો હતો.
Corona Update / દેશમાં કોરોનાના સેકન્ડ વેવના ધામા, ત્રીજા દિવસે કેસ 16,000ને પાર, રિકવરી 12,500
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…