Surat/ પાંડેસરા વિસ્તારમાં બે લોકો પર કરાયું ધડાધડ ફાયરિંગ, બંનેની હાલત ગંભીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બે યુવકો પર ફાયરિંગ થતા દોડધામ મચી ગઈ છે.

Gujarat Surat
Untitled 41 પાંડેસરા વિસ્તારમાં બે લોકો પર કરાયું ધડાધડ ફાયરિંગ, બંનેની હાલત ગંભીર

સુરતમાં દિનપ્રતિ દિન ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે પહેલાં હત્યા હત્યાનો પ્રયાસ અને લૂંટ જેવી ઘટના બનતી હતી પણ હવે ધધાંકીય હરિફાઇમાં ફાયરિંગની ઘટનાઓ બનવા લાગી છે, સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે બે યુવકો પર ફાયરિંગ થતા દોડધામ મચી ગઈ છે. કારમાં આવેલા 4થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગમાં એક યુવકને ગોળી વાગી ગઈ છે. બીજા યુવક પર અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. બન્ને યુવકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સુરતીઓએ રામ જન્મભૂમી માટે આપી આટલી મોટી રકમ દાન, જાણીને ચૌકી જશો તમે

 આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરામાં દેવેન્દ્રનગર બહાર ઈકો કારમાં આવેલાં ચાર જેટલાં શખ્સોએ એકાએક ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં એક યુવકને પીઠ પર ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ તે જમીન પર પડી ગયો હતો. જ્યારે અન્ય એક યુવાન પર લોખંડના સળિયા વડે ઘાતક હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. ફાયરિંગ સહિતની મારામારીની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ફાયરિંગની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવકનું અકસ્માતમાં કરુણ મોત

ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, લેબર કોન્ટ્રાક્ટર્સની હરિફાઈ વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો છે. અને દોઢ વર્ષમાં હુમલાખોર ગ્રૃપ દ્વારા ચાર વખત હુમલાઓ કરવામાં આવ્યા છે. અને આ મામલે અગાઉ પાંડેસરા પોલીસમાં પણ વારંવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આજે હુમલાખોરોની હિંમત વધી ગઈ છે અને તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે.