Accident/ અમદાવાદના સિંધુ ભવન રોડ પર યુવકનું અકસ્માતમાં કરુણ મોત

સિંધુ ભવન રોડ ખાતે આ યુવકનું બાઈક  સ્લીપ થઈ ગયું હતું.જેથી 2 ફૂટ દૂર ઉછરીને પડ્યો હતો.જેમાં યુવકનું ઘટના સ્થરે જ મોત નીપજ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે.આજે ફરીથી અમદાવાદના પ્રશ્નમ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. જેમાં વહેલી સવારે એક યુવક નોકરી જવા માટે ઘરેથી નિકર્યો હતો.જ્યાં મોત કાળ બનીને આવ્યું હતું.સિંધુ ભવન રોડ ખાતે આ યુવકનું બાઈક  સ્લીપ થઈ ગયું હતું.જેથી 2 ફૂટ દૂર ઉછરીને પડ્યો હતો.જેમાં યુવકનું ઘટના સ્થરે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ભેગું થયું હતું.અને 108 ને પણ તાત્કાલિક ઘટના સ્થરે બોલાવી હતી.સાથે જ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.લોકોએ યુવકનું આઈડી પૃફમાંથી ઓફીસ અને પરિવારનું અડ્રેસ મેળવ્યું હતું.ત્યારબાદ ઓફિસના સ્ટાફ અને પરિવારને બોલાવવામાં આવ્યા હતા.પોલીસે ઘટના સ્થર પર પહોંચીને અકસ્માત કેવી રીતે થયો તે અંગે તજવીજ હાથ ધરી હતી.સાથે જ અકસ્માત નોંધ લખી યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.