અમદાવાદ શહેરમાં જે રીતે કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસનું પ્રમાણ અંકુશમાં આવી રહ્યું છે, તે જોતા આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર મુક્ત બની જાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ આવી આશા વ્યક્ત કરતા જણાવ્યાં અનુસાર, હાલ કોરોનાનો હાહાકાર જોવા કે સાંભળવા મળતો નથી. વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા મળીને 200ની આસપાસ કેસ નોંધાતા, હેલ્થ ખાતા દ્વારા સબ કાબૂમાંનો દાવો કરવામાં આવી રહ્યો છે.
એટલું જ નહીં, એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું દર્શાવાય છે. અને છેલ્લાં ત્રણ દિવસથી એક્ટિવ કેસનો આંકડો 2500ની આસપાસ સ્થિર થયો છે. સામે જ એક સમયે શહેરની હોસ્પિટલો ફૂલ જોવામાં આવી રહી હતી તે હવે અડઘા ઉપર ખાલી ખમ જોવામાં આવી રહી છે.
સાપ્રાંત પરિસ્થિતિ અને કોરોનાનાં સંક્રમણ અને મોત સહિત કોરોનામાંથી રિકવરીનાં આંકડાની સમિક્ષા બાદ શહેરમાં આવેલા કે લાધવામાં આવે છે. કન્ટેન્મેન્ટ અને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર
![]()
કઇ જગ્યા માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી દુર કરાઇ?
ઝોન સ્થળ
પશ્ચિમ કુલીન સોસા.25 મકાન,વાસણા
પશ્ચિમ શ્યામ બંગલો સોસા.ચાંદખેડા
પશ્ચિમ આસ્થા સ્કવેરનાં મકાન,ચાંદખેડા
પશ્ચિમ સારથી કોમ્પલેક્ષ 40 મકાન,ચાંદખેડા
પશ્ચિમ હરીશ એપાર્ટ. 17 મકાન,પાલડી
પશ્ચિમ મુરલીધર કોમ્પલેક્ષ 8 મકાન,આંબાવાડી
દક્ષિણ જેસીંગભાઇ પાર્ક- 8 મકાન,આંબાવાડી
દક્ષિણ મંગલમૂર્તિ સોસા.6 મકાન,ઘોડાસર
દક્ષિણ કર્ણાવતી-2,જે બ્લોક 20 મકાન,લાંભા
દક્ષિણ શ્રીહરિ રેસી.એ બ્લોક 35 મકાન,નારોલ
ઉ.પશ્ચિમ સુક્તિ એપા.એ બ્લોક 24 મકાન,થલતેજ
જુઓ આ વિશેષ અહેવાલ – કોરોનાકાળનો ‘અંત નક્કી’
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
