વડોદરા દુર્ઘટના/ વડોદરામાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં જવાબદાર સામે થશે કડક કાર્યવાહી કે પછી કરાશે ઢાંક પિછોડો ?

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે

Top Stories Gujarat
Untitled 6 વડોદરામાં હોડી પલટી જવાની દુર્ઘટનામાં જવાબદાર સામે થશે કડક કાર્યવાહી કે પછી કરાશે ઢાંક પિછોડો ?

વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં આજે હોડી પલટી જતા મોટી દુર્ઘના સર્જાઇ હતી, આ દુર્ઘટનામાં 12 વિધાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નિપજયા છે.આ દુર્ઘટનામાં સરકાર કેવા પગલાં લેશે કે પછી મોટી મોટી બાંગણા પોકારીને માત્ર વાતો કરીને દુર્ઘટનાને આશ્વાસનનો મલમ લગાવીને સમય પસાર કરીને જે જવાબદાર છે તે છટકી જશે અને નાની માછલી પર આ ઘટનાનો જવાબદાર ગણીને માત્ર સામાન્ય કલમો ઉમેરીને તેમને છાવરવાનો પ્રયાસ કરવામાં આવશે? આવનાર સમય જ બતાવશે કે આ દુર્ઘટનામાં સરકાર કેવા પગલાં લેશે ?

ગુજરાતમાં મોરબીના ઝુલતા બ્રિજની દુર્ઘટના વિશે બધા જાણે છે, જે પ્રમાણે ઘટના ઘટી અને પછી શું થયું ? કોઇને ફક પડવાનો નથી માત્ર આજ દિન પુરતી આ ઘટનાનો મૂલ્યાંકન કરાશે પછી જેસે થે જેવી નીતિ તંત્ર અપનાવશે,કોઇ નક્કર દષ્ટાંત  પુરૂ પાડે તેવી પ્રજાની માંગણી છે,બીજીવાર આવી કોઇ દુર્ઘટના ન સર્જાય માટે કોઇ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડિને કોઇ અસરકારક અને ઠોસ કાર્યવાહી સરકારે આ વખતે કરે તો સારૂ? સરકાર કાર્યવાહી કરશે કે પછી જે તાકતવર છે તેનો લુલો બચાવ કરશે? સરકારની કાર્યવાહી પર લોકોની નજર છે.

નોંધનીય છે કે આ દુર્ઘટનામાં હવે રાજકારણ રમાશે પણ કાયદાકીય પગલાં કેવા લેવાશે તે હવે જોવાનું રહ્યું.હાલ તો વિરોધ પક્ષના નેતાએ  આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. વડોદરાના વિપક્ષના નેતા અમી રાવતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આ પહેલા પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. આવી ઘટનાઓમાંથી શીખ લેવાની જરૂર છે. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે તેઓ લાઈફ જેકેટ વિના જ હોડીમાં બેસાડી દેવાયા હતા. આ મોટી હોનારત સર્જાઇ ગઇ છે. આ દુર્ઘટનામાં સામેલ લોકો  સામે કડક કાર્યવાહી કરવામાં આવે.જવાબદાર સામે માનવવધનો ગુનો નોંંધવામાં આવે તેવી ઉગ્ર માંગ તેમણે કરી હતી.

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ