મુંબઈ
શ્રી નારાયણ સિંહના નિર્દેશિત ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’એ 2 દિવસમાં 14 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે પહેલા દિવસે 6 કરોડ 76 લાખનું કલેક્શન કર્યું અને બીજા દિવસે બિઝનેશમાં વધારો થતા જોવા મળ્યો. ફિલ્મે બીજા દિવસે 7 કરોડ 96 લાખા રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આપને જણાવી દઈએ કે મૂવીનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 14 કરોડ 72 લાખ રૂપિયાનું થયું છે. પહેલા દિવસની તુલનામ બીજા દિવસે ફિલ્મે 17.75 ટકા ગ્રોથ કર્યો છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘રંગૂન’એ બીજા દિવસે 13 કરોડ 57 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ‘રંગૂન’ની તુલનામાં ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં બીજા દિવસે સુધી થોડી વધારે કમાણી કરી છે.
ફિલ્મની સ્ટોરી ઉત્તરાખંડના એક નાના નગર પર બનાવવામાં આવી છે અને દિગ્દર્શક શ્રી નારાયણ સિંહે મજાકિયા અંદાજમાં એક ગંભીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ફીલ્મની વાર્તા વીજળી ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલા ખોટા બિલ્સ વિશે છે. ફિલ્મમાં શાહિદ આ બાબત સામે અવાજ ઉઠાવે છે. શાહીદ કપૂર કે જે વકીલ છે અને શહીદ કપૂર ત્યારે બળવાખોર બની જાય છે જયારે સરકારના દબાણના કારણે તેનો મિત્ર (દિવ્યેંદૂ શર્મા) આત્મહત્યા કરી લે છે.