Photos/ રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું…

રેખાની માતાએ ઈમરાન ખાનને પોતાની પુત્રી માટે પરફેક્ટ માનવા માંડ્યા હતા. તેણે ઈમરાન અને રેખાની કુંડળી મેળવવા માટે જ્યોતિષનો સંપર્ક પણ કર્યો હતો.

Trending Photo Gallery
રેખા

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પીએમ ઈમરાન ખાનનું નામ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક રેખા સાથે પણ જોડાયેલું છે. બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ આ સંબંધ તૂટી ગયો. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ 1985માં છપાયેલા એક સમાચાર લેખમાં લખવામાં આવ્યું હતું, જેનું કટિંગ ખૂબ જ વાયરલ થયું હતું. આ લેખમાં રેખા અને ઈમરાન ખાનની તસવીર પણ છપાઈ હતી.

a 51 2 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

આ સમાચાર લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે રેખાની માતાએ ઈમરાન ખાનને પોતાની પુત્રી માટે પરફેક્ટ માનવા માંડ્યા હતા. તેણે ઈમરાન અને રેખાની કુંડળી મેળવવા માટે જ્યોતિષનો સંપર્ક પણ કર્યો હતો.

a 51 3 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

જો કે જ્યોતિષે શું કહ્યું તે વિશે કોઈ જાણતું નથી, પરંતુ રેખાની માતા ઈમરાન ખાનને તેની પુત્રી માટે શ્રેષ્ઠ છોકરો માનતી હતી અને ઈચ્છતી હતી કે ઈમરાન તેના પરિવારનો સભ્ય બને.

a 51 4 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

રિપોર્ટ અનુસાર ઈમરાન ખાન પણ રેખાને મળવા મુંબઈ આવ્યા હતા અને બંનેએ થોડો સમય સાથે પણ વિતાવ્યો હતો. આ દરમિયાન ઈમરાન અને રેખા મુંબઈના દરિયા કિનારે અને નાઈટ ક્લબમાં પણ સાથે જોવા મળ્યા હતા.

a 51 5 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોએ બંનેને એકસાથે જોયા છે તેઓ કહે છે કે ઈમરાન અને રેખા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જો કે આ ન્યૂઝ કટિંગમાં ઈમરાન ખાને પણ નિવેદન આપ્યું છે.

a 51 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

ઈમરાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મને કોઈપણ અભિનેત્રી સાથે થોડા સમય માટે જ સમય પસાર કરવો ગમે છે. તે પછી હું મારા જીવનમાં આગળ વધી જવ છું. હું ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરી શકતો નથી. જોકે રેખાએ આ સંબંધ પર ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી.

a 51 6 રેખા સાથે થવાના હતા ઈમરાન ખાનના લગ્ન, પૂર્વ PM એ અભિનેત્રીઓ માટે કહ્યું...

લેખ અનુસાર, રેખા પહેલા ઈમરાન ખાનના સંબંધો બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાન અને શબાના આઝમી સાથે પણ હતા. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન બાદમાં ક્રિકેટની દુનિયા છોડીને રાજકારણમાં જોડાયા હતા. 2018માં તેમની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ જીતી અને ત્યાર બાદ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.

આ પણ વાંચો:મહેસાણાના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત, સેલ્ફી લેવા જતા બની આ ઘટના

આ પણ વાંચો:સોમનાથ મંદિરને અપાતા દાન પર મળશે ટેક્સમાં રાહત, શું વિધાનસભા ચૂંટણીના કારણે લેવાયો નિર્ણય?