28 સપ્ટેમ્બરે એક્ટ્રેસ મૌની રોયનો બર્થ ડે હતો. સોશિયલ મીડિયા પર મૌનીને મિત્રો અને ફેન્સ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હાલમાં જ મૌની રોયે સોશિયલ મીડિયા પર પોતાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. મૌની રોયનું બર્થ ડે સેલિબ્રેશન ખૂબ સુંદર હતું.
મૌની રોય બર્થ ડે પર કરવામાં આવેલા ડેકોરેશનની ઝલક બતાવી હતી અને તે જોયા જ કરીએ તેવું હતું. મૌની રોયની બર્થ ડે પર પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌનીએ પુલ સાઈડ પર બેઠેલો પોતાનો વિડીયો શેર કર્યો હતો. બ્લેક બિકીનીમાં મૌની રોય આકર્ષક લાગતી હતી. પોતાના ખાસ દિવસ માટે મૌની રોયે બ્લેક રંગનો થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.
બર્થ ડેની તસવીરો અને વિડીયો શેર કરતાં મૌનીએ લખ્યું, “બર્થ ડે.” મૌનીની આ પોસ્ટ પર સોનલ ચૌહાણ, જેનિફર વિંગેટ, વરુણ શર્મા, ચારુ અસોપા સેન, સ્મૃતિ ઈરાની જેવા સેલેબ્સે કોમેન્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
https://www.instagram.com/reel/CUZKxkiAA-H/?utm_source=ig_embed&ig_rid=7b729e24-b3b1-46e8-820e-677efb2e680e
આ સિવાય મૌનીએ ઓફ શોલ્ડર ડ્રેસમાં પોતાની કેટલીક તસવીરો દર્શાવતો એક વિડીયો શેર કરીને સૌને બર્થ ડે પર પ્રેમ આપવા બદલ આભાર માન્યો છે. મૌનીએ લખ્યું, “મને નથી ખબર કે મેં એવા કયા કર્મો કર્યા છે કે મને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે પરંતુ મેં એક ક્ષણ માટે પણ પ્રેમને નજરઅંદાજ નથી કર્યો. તમારા સૌની શુભેચ્છાઓ, આશીર્વાદ અને બિનશરતી પ્રેમ માટે કૃતજ્ઞ છું. ઉત્સાહજનક સ્મિત અને કૃતજ્ઞતાના આંસુ..તમે મારો ગઈકાલનો અને દરેક દિવસ ખૂબ ખાસ બનાવી દો છો. આઈ લવ યુ.