Not Set/ કુમાર સાનૂએ 17 વર્ષ પહેલા ગોદ લીધી હતી પુત્રી, આ કારણોસર રાખી હતી ગોપનીય

મુંબઈ જાણીતા ગાયક કુમાર સાનૂએ 2001 માં એક દીકરીને ગોદ લીધી હતી. પરંતુ  આ વાત વિશે તેમના અનુક જ નજીકના મિત્રોને જ જાણ છે તે સિવાય આ વિશે કોઈ જ જાણતુ નથી. પરંતુ હવે કુમાર સાનૂએ આ વાતોનો ખુલાસો કર્યો છે કે તેમણે આ બાબતને અત્યાર સુધી કેમ ગોપનીય રાખી? કુમાર સાનૂની પુત્રીનું નામ શેનોન […]

Trending Entertainment
jg કુમાર સાનૂએ 17 વર્ષ પહેલા ગોદ લીધી હતી પુત્રી, આ કારણોસર રાખી હતી ગોપનીય

મુંબઈ

જાણીતા ગાયક કુમાર સાનૂએ 2001 માં એક દીકરીને ગોદ લીધી હતી. પરંતુ  આ વાત વિશે તેમના અનુક જ નજીકના મિત્રોને જ જાણ છે તે સિવાય આ વિશે કોઈ જ જાણતુ નથી. પરંતુ હવે કુમાર સાનૂએ આ વાતોનો ખુલાસો કર્યો છે કે તેમણે આ બાબતને અત્યાર સુધી કેમ ગોપનીય રાખી?

કુમાર સાનૂની પુત્રીનું નામ શેનોન છે. તે એક સિંગર છે. 2014 માં, શેનોનનું ડેબ્યુ સિંગલ આવ્યું હતું. તેના ઘણા આલ્બમ આવી ચુક્યા છે. શેનોન વિશ્વના તમામ ગાયકો સાથે કામ કરી ચુકી છે.

ख्यात सिंगर कुमार सानू अपनी बेटी के साथ.

કુમાર સાનૂએ ‘દિલ હૈ હિન્દુસ્તાની -2’ શોમાં જણાવ્યું હતું કે, ‘હું ક્યારેય નતો ઈચ્છતો કે હું ક્યારે પણ આ બાબતની જાણવા કોઈ પણ ને થાય,મને ડર લાગતો હતો કે સમાજ તેના વિશે શું વિચારશે, તેઓ તેને કઈ રીતે જોશો? પરંતુ હવે તેઓ બધા જાણે છે, મને ખરેખર શેનોન પર ગર્વ છે અને મને એ બાબતે કોઈ જ ફર્ક નથી પડતો કે તે મારી રીયલ પુત્રી છે કે નથી.’

કુમાર સાનૂએ વધુમાં કહ્યું હતું કે, ‘શેનોન ખૂબ મહેનત કરે છે. તેણીએ અત્યાર સુધી તેના જીવનમાં ઘણું પ્રાપ્ત કર્યું છે. હોલિવૂડના ઘણા લોકોને મને તેના કારણે ઓળખે છે. તે ખરેખર અમારા પરિવાર માટે ગર્વની બાબત છે.’

શો દરમિયાન, શેનોન ને તેના પિતાને એક સોંગ ડેડીકેટ કર્યું હતું, શેનોન ને પોપ સિંગલ માંથી ડેબ્યુ કર્યું હતું. જસ્ટીન બીબરના સાથી પુ બીઅર દ્વારા નિર્માણ અને લખવામાં આવ્યું હતું.

કુમાર સાનૂએ સલોની ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં છે તેમને શેનોન સિવાય અન્ય એક પુત્રી પણ છે.