Video/ શિલ્પા શેટ્ટીએ કરાવ્યું અડધું મુંડન, વીડિયો શેર કરી કહ્યું- આના માટે સાહસ જોઈએ

શિલ્પા શેટ્ટીની આ અનોખી હેરસ્ટાઇલ એકદમ અલગ છે, જેને જોયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણીએ આ હેરસ્ટાઇલને અંડરકટ બઝ કટ નામ આપ્યું છે…

Trending Entertainment
શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીના ફિટનેસ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. દરરોજ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટ વીડિયો શેર કરે છે. આવી સ્થિતિમાં, શિલ્પાએ આ વખતે શેર કરેલા તેના વર્કઆઉટ સેશનનો વીડિયો એકદમ રસપ્રદ છે. આ વીડિયોમાં તે જીમમાં કસરત કરતી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં, શિલ્પા શેટ્ટી પાછળના ભાગમાંથી તેના વાળ બાંધતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો શિલ્પાએ મેકઓવર કર્યું છે. શિલ્પાએ પોતાની નવી હેરસ્ટાઈલની ઝલક ફેન્સને બતાવી છે.

આ પણ વાંચો :નાનપણમાં ડોકટરે ઘણીવાર નીના ગુપ્તાનું કર્યું હતું શોષણ, કહ્યું – મમ્મીને કહેતા…

શિલ્પા શેટ્ટીની આ અનોખી હેરસ્ટાઇલ એકદમ અલગ છે, જેને જોયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણીએ આ હેરસ્ટાઇલને અંડરકટ બઝ કટ નામ આપ્યું છે. તેના મતે, આ હેરસ્ટાઇલ તેને જીવંત અનુભવ કરાવે છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને ખૂબ જ મસ્તી સાથે વર્કઆઉટ કરી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ, જ્યારે કેટલાક લોકો શિલ્પાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકો ટિપ્પણી વિભાગમાં શિલ્પાની આ નવી હેરસ્ટાઇલની મજાક ઉડાવતા જોવા મળે છે.

https://www.instagram.com/reel/CVKNwgdDPjL/?utm_source=ig_web_copy_link

શિલ્પાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “એકપણ દિવસ તમે રિસ્ક લીધા વિના અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વિના કાઢી નથી શકતાં. પછી એ અંડરકટ બઝ કટ (જે કરાવા માટે મારે ખૂબ સાહસની જરૂર પડી, ખોટું નહીં કહું) અથવા નવું એરોબિક વર્કઆઉટ ટ્રાબલ સ્ક્વોટ્સ જ કેમ ના કરવાનું હોય. આ વર્કઆઉટ તમારા લોઅર બોડી મસલ્સ, ખભા, કોણી અને હાથના કો-ઓર્ડિનેશન, ઝડપ અને સ્થિરતા અને સૌથી મહત્વનું આપણા મગજ અને શરીર માટે અસરકારક છે.”

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું છે, ‘લાગે છે કે આંચકો ગયો છે’, તો એકે લખ્યું, ‘તે સારું નથી લાગતું’. તે જ સમયે, કેટલાક અભિનેત્રીને રાજ કુન્દ્રા વિશે પૂછતા પણ જોવા મળ્યા હતા. શિલ્પા શેટ્ટીની આ વીડિયો પોસ્ટને બોલીવુડ સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે. મહત્વનું છે કે, પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનું નામ આવ્યા બાદ શિલ્પા લાઈમલાઇટમાં આવી છે.

આ પણ વાંચો :અભિનેત્રી પૂજા બેદી થઈ કોરોના સંક્રમિત, વીડિયો શેર કરી કહ્યું- રસી ના લગાવવા પાછળનું કારણ

શિલ્પાનું નવું હેરકટ અને વર્કઆઉટ બંને ફેન્સ અને સેલેબ્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસે શિલ્પાના વખાણ કરતાં કહ્યું, “બહુ ગમ્યું. જ્યારે પણ તું અસહજ હોય તેવી વસ્તુઓને કરે છે અને રૂઢિઓને તોડે છે ત્યારે તને વધુ શક્તિ મળે તેમ કહેવાનું મન થાય છે.” શિલ્પાની ફિલ્મના એક્ટર અભિમન્યુ દાસાનીએ પણ કોમેન્ટ કરતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું, “વોટ.” સેલિબ્રિટી હેર આર્ટિસ્ટ અમિત ઠાકુરે કોમેન્ટ કરતાં લખ્યું, “આ એકદમ કૂલ છે.”

a 338 શિલ્પા શેટ્ટીએ કરાવ્યું અડધું મુંડન, વીડિયો શેર કરી કહ્યું- આના માટે સાહસ જોઈએ

વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી છેલ્લે ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં જજ તરીકે જોવા મળી હતી. હવે શિલ્પા ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જજની ખુરશી પર જોવા મળશે. ફિલ્મોની વાત કરીએ તો, શિલ્પાએ લગભગ 13 વર્ષ બાદ 2021માં ફિલ્મ ‘હંગામા 2’થી બોલિવુડમાં કમબેક કર્યું છે. જોકે, ફિલ્મ રિલીઝ થઈ એ વખતે જ અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં શિલ્પાના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી. એટલે શિલ્પા વર્ષો બાદ થયેલા તેના ફિલ્મી કમબેકને માણી નહોતી શકી. હવે શિલ્પા ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.

આ પણ વાંચો :આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સામે આવ્યું બિહાર કનેક્શન, પૂછપરછમાં મહત્વનો ખુલાસો

આ પણ વાંચો :મોડલ મોના રાયનું સારવાર દરમિયાન મોત, શૂટરોએ દીકરીની સામે મારી હતી ગોળી

આ પણ વાંચો :માલદીવ્સમાં મજા કરી રહ્યા છે તાહિરા-આયુષમાન, સ્વિમ સૂટમાં ફોટો શેર કરી જાણો શું કહ્યું