Not Set/ સુરત માટે વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે કોરોના, મોડી રાત્રે 10 મોતથી ખડભડાટ

સુરત પર કોરોનાનો કહેર હાવી થતો જોવામાં આવી રહ્યો છે. જી હા, સુરતમાં કોરોનાનું સંક્રમણ તો વધી જ રહ્યું છે તે રોજીંદા આંકડા બતાવી જ રહ્યા છે. પરતું સાથે સાથે મોત પણ પોતાનું તાડવ કરી રહ્યું છે. મોતનાં આંકડામાં અસમંજસ વચ્ચે સુરતમાં ગત મોડી રાતે વધુ 10 કોરોના દર્દીના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી […]

Gujarat Surat
615d2e1c10f5374575d173bc6e46828e 1 સુરત માટે વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે કોરોના, મોડી રાત્રે 10 મોતથી ખડભડાટ

સુરત પર કોરોનાનો કહેર હાવી થતો જોવામાં આવી રહ્યો છે. જી હા, સુરતમાં કોરોનાનું સંક્રમણ તો વધી જ રહ્યું છે તે રોજીંદા આંકડા બતાવી જ રહ્યા છે. પરતું સાથે સાથે મોત પણ પોતાનું તાડવ કરી રહ્યું છે. મોતનાં આંકડામાં અસમંજસ વચ્ચે સુરતમાં ગત મોડી રાતે વધુ 10 કોરોના દર્દીના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. મોતની વઘતી જતી સંખ્યા સુરત તંત્ર માટે માથાનો દુખાવા સમાન બનતી જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સુરત સીટીમાં કોરોનાનાં કારણે કુલ 317 દર્દીનાં મોત નીપજ્યા હોવાનું નોંધવામાં આવે છે. સાથે સાથે સુરત ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 38 દર્દીના મોત નીપજ્યા છે. કુલ મળીને સુરત જીલ્લાનો મોતનો આંકડો 355 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય વાત તે પણ છે કે, શરુઆતી સમય જે કોરોનાનો કપરો અને ઘાતક કાળ તરીકે જોવામાં આવી રહ્યો હતો, તેની સાપેક્ષમાં કોરોનાની ઘાતકતા સુરત પર હાલ વધારે વરસી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews