Not Set/ સુરતના સરદાર બ્રિજ ઉપર પીકઅપ ટેમ્પો પલટ્યો, બ્રિજ ઉપર માંસ વિખેરાયા બાદ ફાયર બ્રિગેડે કર્યું આવું…

સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવા ગેટ તરફ જતા બ્રીજ પાસે વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા.

Gujarat Surat
A 164 સુરતના સરદાર બ્રિજ ઉપર પીકઅપ ટેમ્પો પલટ્યો, બ્રિજ ઉપર માંસ વિખેરાયા બાદ ફાયર બ્રિગેડે કર્યું આવું...

સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવા ગેટ તરફ જતા બ્રીજ પાસે વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માંસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ટેમ્પા ચાલક ઈસમો ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઉપરાંત ટેમ્પામાં ગૌમાંસ હતું કે કેમ તે માટે માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :હરિયાણામાં ઘટી કાળજું કંપાવનારી ઘટના, 10 વર્ષની બાળકી પર 7 છોકરાઓએ આચર્યો ગેંગરેપ

સુરત શહેરમાં વહેલી સવારે એક અક્સમાતની ઘટના બની હતી. વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર માંસ પડેલું હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને રસ્તો ધોઈ ચોખ્ખો કરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :વડોદરામાં નશામાં ધુત યુવક મિત્રએ દુષ્કર્મ આચરતા 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રોડ પર મોટી સંખ્યામાં માસના લોચા જોઈ તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ સૌ પ્રથમ રસ્તો ધોવડાવી રસ્તો ચોખ્ખો કર્યો હતો. બાદમાં આ ગૌમાસ છે કે કેમ તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. જો આ ગૌમાંસ હોવાનું બહાર આવશે તો આ મામલે ગુનો નોધી તપાસ પણ શરુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક, વેપારીઓ માટે પણ રસીકરણ અભિયાન બનાવાયું સખ્ત