Stock Market/ શેરબજારમાં પ્રથમ વખત સેન્સેક્સ 69,000 સપાટી પાર કરી, બજાર ઐતિહાસિક સપાટીએ બંધ

શેરબજારમાં તેજીના વલણ પછી, BSEનું માર્કેટ કેપ આજના કારોબારમાં રૂ. 346.51 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 343.45 લાખ કરોડ હતું.

Top Stories Business
મૃત્યુદરમાં થશે ઘટાડો 6 શેરબજારમાં પ્રથમ વખત સેન્સેક્સ 69,000 સપાટી પાર કરી, બજાર ઐતિહાસિક સપાટીએ બંધ

ભારતીય શેરબજારમાં બીજા દિવસે પણ તેજી જોવા મળી. પ્રથમ વખત સેન્સેક્સ 69,000 સપાટી કરી. ખાસ કરીને બેન્કિંગ અને એનર્જી શેરોમાં રોકાણકારોની ભારે ખરીદીને કારણે બજારના બંને મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા છે. આજે બજાર બંધ થવાના સમયે BSE સેન્સેક્સ 431 પોઈન્ટના ઉછાળા સાથે 69,296 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 168 પોઈન્ટના ઉછાળા સાથે 20,855 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો એનર્જી શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી એનર્જી 981 પોઈન્ટ અથવા 3.24 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય બેન્ક નિફ્ટીનો ભાવ 47000ને પાર કરીને ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયો છે. આ સિવાય ઓટો, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે.

બજારમાં બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધારો જોવા મળ્યો. જ્યારે હેલ્થકેર, એફએમસીજી, આઈટી, મીડિયા અને રિયલ એસ્ટેટ શેરો ઘટ્યા હતા. જો કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી રહી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 34 શૅર્સ લાભ સાથે અને 16 ઘટાડા સાથે બંધ થયા હતા.

શેરબજારમાં તેજીના વલણ પછી, BSEનું માર્કેટ કેપ આજના કારોબારમાં રૂ. 346.51 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 343.45 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.06 લાખ કરોડનો વધારો થયો છે.

આજના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝ 17 ટકા, અદાણી પોર્ટ્સ 15.30 ટકા, ACC 8.19 ટકા, અંબુજા સિમેન્ટ્સ 7.27 ટકા, ABB ઇન્ડિયા 4.66 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટનારાઓમાં, ICICI પ્રુડેન્શિયલ 3.36 ટકાના ઘટાડા સાથે બંધ થયો, M&M ફાઇનાન્શિયલ 2.74 ટકા ઘટ્યો.