Gujarat News : લોકસભા 2024ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોગ્રેસે 20 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તે સિવાય બાકીની ચાર બેઠકો ઉપર પણ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ પ્રકારે કોગ્રેસના 24 અને આપના 2 મળીને કુલ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
સાથે સાથે કોગ્રેસે પાંચ બેઠકો પરના પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જેમાં અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર તથા નવસારીથી નૈષધ દેસાઈનો સમાવેશ થાય છે.
રાજકોટમાં ભાજપના પરશોતમ રૂપાલા સામે કોગ્રેસે પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. નવસારીમાં સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈને ટિકીટ અપાઈ છે. અમદાવાદમાં હિંમતસિંહ પટેલ અને મહેસાણામાં રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે ગુજરાતની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં વીજાપુરથી દિનેશ તુલસીદાસ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરીભાઈ કંસાગરા, ખંભાતથી મહેન્દ્ર સિંહ પરમાર અને વાઘોડીયાથી કનુભાઈ ગોહિલનો સમાવેશ થાય છે.
કોગ્રેસ હાઈ કમાન્ડે લોકસભાના 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ચાર લોકસભા તથા વિધાનસભા પેટા ચૂંટમીના પાંચ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. તે સિવાય કોગ્રેસે ચંદીગઢના એક, હિમાચલ પ્રદેશના બે અને ઓડિશાના 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Bhavnagar District/ત્રણ દિવસથી ગુમ બાળકની મળી લાશ, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ
આ પણ વાંચો: Vadodara/પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી
આ પણ વાંચો: Gujarat Weather/હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે
આ પણ વાંચો: જામનગર/જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત