Not Set/ દરિયાઇ માર્ગે ભારતમાં ઘૂસી રહેલા 10 પાકિસ્તાનીને BSF એ પકડી પાડ્યા

પાકિસ્તાનની એક બોટ યાસીન ભારતનાં જળસીમામાં ફસાઈ ગઈ છે, જેમાં 10 લોકો સવાર હતા. આ ઓપરેશન ભારતનાં કોસ્ટ ગાર્ડ શિપ ‘અંકિત’ (ICGS અંકિત) દ્વારા 8 જાન્યુઆરીની રાત્રે કરવામાં આવ્યું હતું.

Top Stories World
10 પાકિસ્તાની

પાકિસ્તાનની એક બોટ યાસીન ભારતનાં જળસીમામાં ફસાઈ ગઈ છે, જેમાં 10 લોકો સવાર હતા. આ ઓપરેશન ભારતનાં કોસ્ટ ગાર્ડ શિપ ‘અંકિત’ (ICGS અંકિત) દ્વારા 8 જાન્યુઆરીની રાત્રે કરવામાં આવ્યું હતું. આ જહાજનું નામ યાસીન જણાવવામાં આવી રહ્યું છે. તેના પર પાકિસ્તાનનાં નાગરિકો હતા, તમામને પોરબંદર લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાનાં બે દિવસ પહેલા પંજાબનાં ફિરોઝપુર જિલ્લામાં પણ એક પાકિસ્તાની બોટ મળી આવી હતી, તે જ દિવસે પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Ahmedabad /  ઉત્તરાયણને લઈને શહેર પોલીસનું જાહેરનામું, ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી

આપને જણાવી દઇએ કે, ન્યૂઝ એજન્સી ANIનાં અહેવાલ મુજબ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડનાં અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાની ક્રૂને પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહી છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં છથી સાત માઈલ અંદર ઘૂસી ગઈ હતી. ભારતીય તટરક્ષક દળનાં જહાજને પાકિસ્તાની બોટ દેખાતાની સાથે જ તેઓ પાછા ભાગવા લાગ્યા, ત્યારબાદ તેઓ પકડાઈ ગયા. જણાવી દઈએ કે, આ પહેલા શુક્રવારે જ પંજાબનાં ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSF દ્વારા પાકિસ્તાનની એક બોટ પકડી લેવામાં આવી હતી. BSF નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સનાં કન્સાઇનમેન્ટની હેરફેર કરવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગાઢ ધુમ્મસનો લાભ લે છે.

આ પણ વાંચો – Stephen Hawking Google Doodle / બિમારીના કારણે સ્ટીફન હોકિંગે પોતાનો અવાજ ગુમાવ્યો, છતાં હિંમતનું ઉદાહરણ રજૂ કર્યું …..

પંજાબમાં તાજેતરનાં સમયમાં પાકિસ્તાનનાં ઘણા ડ્રોન પણ પકડાયા છે. ગયા મહિને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ભારતીય જળસીમામાં એક પાકિસ્તાની બોટને અટકાવી હતી. તેની તપાસ દરમિયાન તેની પાસેથી 77 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 400 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ દરમિયાન પાકિસ્તાની બોટમાંથી 6 લોકો પણ ઝડપાયા હતા.