Ahmedabad/ ઉત્તરાયણને લઈને શહેર પોલીસનું જાહેરનામું, ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી

ચાઇનિઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ પતંગ પર ઉશ્કેરણીજનક સ્લોગન નહીં લખવા

Top Stories Ahmedabad Gujarat
જાહેરનામુ લઈને શહેર પોલીસનું જાહેરનામું, ગાઈડલાઈનનો ભંગ કરના
  • ઉત્તરાયણને લઈને શહેર પોલીસનું જાહેરનામું
  • ચાઈનીઝ તુકકલ અને દોરીની લે-વેચ પર પ્રતિબંધ
  • જાહેર રોડ પર પતંગ ચઢાવવા પર પ્રતિબંધ
  • કોઈની પણ લાગણી દુભાય તે મુજબનું લખાણ પતંગો પર લખવા પર થશે કાર્યવાહી
  • લાગણી દુભાય તે પ્રકારના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
  • જાહેર રોડ પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
  • ઉત્તરાયણમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી

ગુજરાત રાજ્યમાં કોરોનાએ માઝા મુકી ત્યાં ફરી એકવાર તહેવારો ઉપર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. હાલમાં આવતા ઉતરાયણના પર્વ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જો કે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા એન કોરોના ને લઈ નવી ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી હતી.

નવી માર્ગદર્શિકા મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનિઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ પતંગ પર ઉશ્કેરણીજનક સ્લોગન નહીં લખવા તેમજ કોઇ પણ વર્ગ સમુદાયની લાગણી ન દુભાય તે રીતના લાઉડ સ્પીકર ન વગડવા સૂચના અપાઇ છે. તો સાથે કોરોનાની ગાઈડ લાઇનનું પણ ચૂસત્તાથી પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જારી કરાયેલું આ જાહેરનામુ આગામી 8 થી 16 જાન્યુઆરી સુધી લાગુ રહેશે જેમા જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

સાવધાન! / ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?

Covid-19 / દિલ્હીમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયા 20,181 નવા કેસ, જે ગઈકાલ કરતાં 16% વધુ છે

World / અમેરિકામાં શીખ ટેક્સી ડ્રાઇવરને માર મારી, પાઘડી ઉતારી ફેંકી દીધી; વીડિયો વાયરલ 

IT Raid / કાનપુર બાદ MPમાંથી પણ મળી આવ્યો ધનકુબેર, પૈસા ગણવા મંગાવ્યા 6 મશીનો