ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારનાં રોજ 93 વર્ષનાં થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીનાં જન્મદિવસ પ્રસંગે તેમને અભિનંદન પાઠવ્યા છે. આપને જણાવી દઈએ કે, ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બરનાં રોજ કરાચીનાં સિંધી પરિવારમાં થયો હતો. જો કે વિભાજન બાદ અડવાણીનો પરિવાર ભારતમાં આવ્યો હતો અને મુંબઇમાં સ્થાયી થયો હતો.
દેશમાં કોરોનાનાં કેસનો આંક 85 લાખને પાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 8 નવેમ્બરનાં રોજ ટ્વીટ કરીને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ લખ્યું કે, ‘ભાજપાને લોકો સુધી પહોંચાડવાની સાથે દેશનાં વિકાસમાં ખાસ ભૂમિકા ભજવનાર શ્રી એલ.કે.અડવાણીજીને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. તેઓ લાખો પાર્ટી કાર્યકર્તાઓ તેમજ દેશવાસીઓ માટે પ્રત્યેક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
भाजपा को जन-जन तक पहुंचाने के साथ देश के विकास में अहम भूमिका निभाने वाले श्रद्धेय श्री लालकृष्ण आडवाणी जी को जन्मदिन की बहुत-बहुत बधाई। वे पार्टी के करोड़ों कार्यकर्ताओं के साथ ही देशवासियों के प्रत्यक्ष प्रेरणास्रोत हैं। मैं उनकी लंबी आयु और स्वस्थ जीवन की प्रार्थना करता हूं।
— Narendra Modi (@narendramodi) November 8, 2020
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આદરણીય અડવાણીજીએ તેમની મહેનત અને નિસ્વાર્થ સેવાથી દેશનાં વિકાસમાં ન માત્ર ફાળો આપ્યો, પણ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાનાં વિસ્તરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હું તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની કામના કરુ છું.
आदरणीय आडवाणी जी ने अपने परिश्रम और निस्वार्थ सेवाभाव से न सिर्फ देश के विकास में अहम योगदान दिया बल्कि भाजपा की राष्ट्रवादी विचारधारा के विस्तार में भी मुख्य भूमिका निभाई।
उनके जन्मदिन पर उन्हें शुभकामनाएँ देता हूँ और ईश्वर से उनके अच्छे स्वास्थ्य व दीर्घायु की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) November 8, 2020
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક ટ્વિટમાં કહ્યું, ‘આપણા બધાનાં અભિભાવક અને દેશનાં એક આદરણીય રાજકારણી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ભાજપને બીજમાંથી એક વૃક્ષ બનાવવામાં તેમની અને અટલજીની જે ભૂમિકા રહી છે તેને સમગ્ર દેશ જાણે છે. ભગવાન તેમને દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય આપે.’
हम सभी के अभिभावक एवं देश के सबसे सम्मानित राजनेताओं में से एक श्री लालकृष्ण आडवाणी जी को उनके जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएँ।
भाजपा को बीज से वटवृक्ष बनाने में उनकी और अटलजी जो भूमिका रही है उसे सारा देश जानता है।ईश्वर उन्हें दीर्घायु एवं उत्तम स्वास्थ्य प्रदान करें।
— Rajnath Singh (@rajnathsingh) November 8, 2020
