અટલ બ્રિજ પર ગંદકી/ અટલ બ્રિજ પર ગંદકી જ ‘અટલ’, બાકી બધુ નિશ્ચલ

અમદાવાદના 74 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આઇકોનિક અટલ બ્રિજ પર ગંદકી વધી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજ પર પાનની પિચકારી ઓ દેખાય છે.

Top Stories India
Atal Bridge અટલ બ્રિજ પર ગંદકી જ 'અટલ', બાકી બધુ નિશ્ચલ

@Mehul Doodhreja

અમદાવાદના 74 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આઇકોનિક અટલ બ્રિજ Atal Bridge પર ગંદકી વધી છે.કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજ પર પાનની પિચકારી ઓ દેખાય છે.દરરોજ હજારો લોકો આ બ્રિજ ની મુલાકાત લેતા હોય છે..આ બ્રિજ ની જાળવણી માટે સિક્યુરિટી પણ રાખવામાં આવી છે..આમ છતાં લોકો પાન મસાલા ખાઈને પિચકારી ઓ મારે છે .જેને દરરોજ સફાઈ કર્મીઓ સાફ કરે છે.

આખા બ્રિજ પર ઠેર ઠેર જગ્યાએ આવી પિચકારી મારીને ગંદુ કરવામાં આવે છે. Atal Bridge લોકો સ્વચ્છતા મામલે ધ્યાન નથી રાખતા અને સુરક્ષા જવાનો તકેદારી રાખતા નથી માટે 80 કરોડ નો આ બ્રિજ ધીરે ધીરે ક્યાંક સ્વચ્છતાના અભાવના લીધે પ્રખ્યાત ના થાય.સાબરમતી નદી પર હવે અટલ ફુટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પીકનીક અને સાઈકલિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે.

જો તમે દેશના નાગરિકો છો તો તમારે કેટલીક બાબતો સમજવા જેવી છે. Atal Bridge આપણે આપણી જ સંપત્તિ પર પિચકારી મારી રહ્યા છીએ. આપણા દેશ અને રાજ્યને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. સ્વચ્છતા અપનાવો અને દેશને આગળ લઈ જવાની જવાબદારી આપણી છે. પાન અને ગુટખાની પિચકારી જાહેર સ્થળો પર ખુલ્લેઆમ દેખાય છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો પાસે પાનની પિચકારીના દ્રશ્યો દેખાય છે.

આમ અટલ બ્રિજ પર ગંદકી જ અટલ છે, બાકીનું બધુ નિશ્ચલ છે. Atal Bridge આ બ્રિજ પર મારવામાં આવેલી પિચકારીઓ જોઈ લાગે છે કે કદાચ આગામી સમયમાં આ બ્રિજનું રંગરોગાન કરવું હોય તો બ્રિજ રંગનારાઓને બોલાવવાના બદલે આ પાનની પિચકારી મારનારાઓને જ બોલાવી લેવા પડશે. એક તો તે બ્રિજ પર રહેવાનો ચાર્જ ચૂકવશે અને તેની સાથે-સાથે પાનની પિચકારીઓ મારીને બ્રિજને રંગીન પણ બનાવશે. પણ તેમની આ પિચકારીઓ જુદા-જુદા રંગોની હોય તો વધારે સારું રહેશે. તેના લીધે બ્રીજ વધારે રંગીન અને વૈવિધ્યકૃત લાગશે.

આટલેથી પણ જો ના પતતું હોય તો આ બ્રિજ પર પાનની પિચકારીઓ મારવાની રાજ્યસ્તરની સ્પર્ધાનું જ આયોજન કરી દેવું જોઈએ, તેમા જે પણ વ્યક્તિ પિચકારીઓ મારીને સૌથી વધારે ગંદુ કરે તેને ટોચનો એવોર્ડ આપવો જોઈએ. આ રીતે પણ બ્રિજની સુરત બદલી શકાય છે.

 

આ પણ વાંચોઃ મહિલાની આત્મહત્યા/ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

આ પણ વાંચોઃ દિલ્હી સ્કૂલ-બોમ્બ ધમકી/ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા

આ પણ વાંચોઃ ગુજરાત/ બોગસ કાગળોથી વિઝા કૌભાંડ આચરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો, 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હતો ચીટીંગનો ગુનો