મહિલાની આત્મહત્યા/ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ આપઘાત કર્યો હતો. યુવતીએ હોસ્પિટલના બારમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેણે હોસ્પિટલના બારમાં માળથી પડતું મૂક્યું હતું. તે બારમાં માળેથી કૂદીને પાંચમાં માળે પટકાઈ હતી.

Top Stories Gujarat
Womens Suicide અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી

અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ આપઘાત કર્યો હતો. યુવતીએ Womens Suicide હોસ્પિટલના બારમા માળથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેણે હોસ્પિટલના બારમાં માળથી પડતું મૂક્યું હતું. તે બારમાં માળેથી કૂદીને પાંચમાં માળે પટકાઈ હતી. તેને તરત જ ઇમરજન્સી સારવારમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેના પછી તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી.

એસવીપીના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ યુવતી છ મહિનાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. Womens Suicide તેને કિડનીની તકલીફ હતી. આ ઉપરાંત તે સતત માનસિક તાણમાં પણ રહેતી હતી. આ ઉપરાંત પણ તેને આરોગ્યના મોરચે બીજી તકલીફો પણ સારવાર દરમિયાન જણાઈ આવી હતી, તેને આ અંગે જણાવવામાં આવ્યું હતું. તેની સાથે તેમાથી બેઠા થવામાં પણ સમય લાગશે તેમ કહેવાયું હતું.

તે તનાવમાં રહેતી હતી અને આ જ તનાવ હેઠળ તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેના સગાવ્હાલાઓને જાણ કરવામાં આવી છે. Womens Suicide આપઘાત કરી હોવાના પગલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે પણ યુવતીની આત્મહત્યાના પગલે તેની લાશ પોસ્ટમોર્ટમ પાછળ મોકલી આપી છે. તેની સાથે તેની આત્મહત્યા પાછળના કારણોની તપાસ પણ પોલીસે શરૂ કરી દીધી છે. પ્રાથમિક રીતે તો તેણે બીમારી અને માનસિક તાણથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું લાગે છે.

શહેર અને રાજ્યમાં આત્મહત્યાના બનાવ સતત વધી રહ્યા છે, તેના પગલે પોલીસ પણ આશ્ચર્ય પામી રહી છે. પોલીસનું કહેવું છે કે પહેલા રોજની માંડ એકાદી આત્મહત્યા જોવા મળતી હતી, પરંતુ હવે તો જાણે રોજની ચારથી પાંચ આત્મહત્યા સામાન્ય થઈ ગઈ છે.

 

આ પણ વાંચોઃ દિલ્હી સ્કૂલ-બોમ્બ ધમકી/ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા

આ પણ વાંચોઃ ગુજરાત/ બોગસ કાગળોથી વિઝા કૌભાંડ આચરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો, 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હતો ચીટીંગનો ગુનો

આ પણ વાંચોઃ બાદલ-અંતિમ સંસ્કાર/ પીએમ મોદી ચંદીગઢમાં પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપશે, પાર્થિવ દેહને લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો