કટાક્ષ/ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું અમેરિકાએ પોતાના વિમાન પર ચીનનો ધ્વજ લગાવી રશિયા પર બોમ્બ ફેંકે….

આ યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાએ શું કરવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સામે રશિયાની સૈન્ય કાર્યવાહીમાં સીધી દખલ ન કરવા બદલ રાષ્ટ્રપતિ જો બિડેનની ટીકા કરી છે.

Top Stories World
15 3 પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું અમેરિકાએ પોતાના વિમાન પર ચીનનો ધ્વજ લગાવી રશિયા પર બોમ્બ ફેંકે....

.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ આ સંઘર્ષને ખતમ કરવા માટે એક અલગ સ્તરનો રસ્તો વર્ણવ્યો છે. શનિવારે રિપબ્લિકન નેશનલ કમિટીના ટોચના દાતાઓને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાએ શું કરવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સામે રશિયાની સૈન્ય કાર્યવાહીમાં સીધી દખલ ન કરવા બદલ રાષ્ટ્રપતિ જો બિડેનની ટીકા કરી છે.

ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું, ‘અમેરિકાએ તેના F-22 ફાઈટર પ્લેન પર ચીનનો ધ્વજ લગાવવો જોઈએ અને રશિયા પર બોમ્બ લગાવવો જોઈએ. આ પછી જણાવી દઈએ કે ચીને આ કર્યું છે. પછી ચીન અને રશિયા એકબીજા સાથે લડવા માંડશે અને આપણે પાછા બેસીને તમાશો જોઇશું. અમેરિકન મીડિયાના અહેવાલમાં આ માહિતી સામે આવી છે. ટ્રમ્પની આ વાતને ત્યાં હાજર લોકોએ મજાક તરીકે લેતા હસી પડ્યા અને તાળીઓ પાડી.

આ સાથે ટ્રમ્પે નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)ને કાગળનો સિંહ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘દેશ કયા સમયે કહેશે કે ના, અમે માનવતા વિરુદ્ધ આવા જઘન્ય અપરાધને થવા દેતા નથી? અમે આને થવા દેતા નથી, અમે તેને ચાલુ રાખવા દેતા નથી. ટ્રમ્પે કહ્યું કે હવે બિડેને એમ કહેવાનું બંધ કરવું જોઈએ કે અમે રશિયા પર હુમલો નહીં કરીએ કારણ કે તે પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે.

પુતિનના પહેલા વખાણ થયા, ટીકા બાદ વલણ બદલાયું
અહીં એક રસપ્રદ વાત એ છે કે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી હતી. આ માટે તેમના જ પક્ષના નેતાઓએ તેમની નિંદા કરી હતી. હવે તેણે પોતાનું વલણ બદલ્યું છે અને રાષ્ટ્રપતિ બિડેન પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે જો હું આ સમયે અમેરિકાનો રાષ્ટ્રપતિ હોત તો પુતિને જે કર્યું છે તે ક્યારેય ન કર્યું હોત.